ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહેતા હસમુખભાઇ મનજીભાઇ વસાવા જીઆઇડીસીમાં નાસ્તાનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. ૨૨મીના રોજ તેમના જમાઈ સંજય વસાવા તેમની કેટીએમ ગાડી તેમના ઘરે લઈ ગયેલા અને રાત્રે પરત આવી ઘરના આંગણામાં લોક કર્યા વગર પાર્ક કરી હતી. સંજય વસાવા સવારે નોકરી પર જવાનું હોય વહેલો ઉઠ્યો હતો, ત્યારે પાર્ક કરેલ કેટીએમ બાઈક તેના સ્થળે હતી નહીં, જેથી તેને એવું લાગ્યું કે તેનો સારો અશ્વિને તેના કોઈ મિત્રને બાઈક ફેરવવા આપી હશે.અશ્વિન પૂછતાં તેણે કેટીએમ બાઈક કોઈને આપી નથી તેમ જણાવતાં તેમને કેટીએમ બાઈક ચોરી થયાનું માલુમ પડેલ. હસમુખભાઈના ઘરે સીસીટીવી કેમેરા હોય તેમાં તપાસતાં જણાયું હતું કે ગત તા.૨૩.૮.૨૧ ની રાત્રીએ કોઇ અજાણ્યા બે ચોર માણસો તેમના આંગણામાં પાર્ક કરેલ કેટીએમ બાઈક ચોરી કરી લઇ ગયા હોવાનું સીસીટીવી ફુટેજમાં જણાયું હતું. જેથી હસમુખભાઈ મનજીભાઇ વસાવા ઝઘડિયા પોલીસ મથકમાં તેની કેટીએમ બાઈક ચોરાઈ હોવાનું ફરિયાદ લખાવી છે.
ઝઘડિયા તાલુકાના દધેડા ગામે ઘર આંગણે પાર્ક કરેલી બાઇકની ચોરી…
Views: 74
Read Time:1 Minute, 30 Second