ઉનાળાના પ્રારંભથી જ દેશી ફળ તરીકે જાણીતા બોરનો પાક લોકજીભે ચઢે છે,અંકલેશ્વર પંથકમાં નર્મદા કાંઠા વિસ્તારમાં ખેતરમાં અસંખ્ય દેશી બોરડીના ઝાડ ખેડૂતો માટે ફાયદાકારક નીવડ્યા છે,વર્ષો જુના દેશી બોરડી ના ઝાડ પર વિપુલ પ્રમાણમાં બોરનો પાક આવતો હોવાથી ખેડૂતો ઓછી મહેનતે વધુ નફો મેળવી રહ્યા છે. કહેવાય છે કે દેશી બોરની પૌષ્ટિકતા ઘણી છે આરોગ્ય માટે ગુણકારી તેમજ બિસ્કીટ માં ઉપયોગી થાય છે,અંકલેશ્વર પંથકના નર્મદા કાંઠા વિસ્તારમાં ખેડૂતો પોતાના ખેતરમાં વર્ષો જુના બોરડીના ઝાડ સાચવી રાખ્યા છે,દર વર્ષે ઉનાળાના પ્રારંભ થતા દેશી બોર નો મબલક પાક આવે છે.અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના ખેડૂત રાજુભાઈ વસાવા એ પોતાના ખેતરમાં બાપ દાદા વખત ના 15 જેટલા દેશી બોરડીના ઝાડ સાચવી રાખી દર વર્ષે બોર ની મબલક પાક લઇ સારો નફો મેળવી રહ્યા છે,તેઓ બોરડી પર બોર નો પાક આવ્યા બાદ પાકા થયેલ બોર તૂટીને નીચે પડતા તેને વણાવી લે છે અને તાપ માં સૂકવવા મૂકી છે ,બે ત્રણ દિવસ સુકવ્યા બાદ તેને બોરી માં ભરી દઈ વેપારીઓ ને વેચવામાં આવે છે.આ વિસ્તારના દેશી બોર ની વિશેષતા એ છે કે બિસ્કિટ માં ફ્લેવર તરીકે ઉપયોગ માં લેવાતા હોવાથી સુરત, બારડોલી અને મુંબઈ તેમજ અન્ય રાજ્યો ના વેપારીઓ અહીં આવી ખેડૂતો પાસેથી 20 કિલો ના 700 થી 800 રૂપિયાના ભાવે ખરીદે છે ,ખાસ મહેનતમાં આ દેશી બોરને વણાવવામાં આવ્યા બાદ તેને ખુલ્લી જગ્યામાં સૂકવવામાં આવે છે , ત્યારે હાઈબ્રીડ સહિતના વિવિધ જાતિના બોરનું વાવેતર વધતા હવે દેશી બોર નજર અંદાજ થઇ રહ્યા છે, પરંતુ દેશી બોરની પૌષ્ટિકતા ને આ ખેડૂતો એ જાળવી રાખી છે.
બિસ્કીટમાં ફ્લેવર તરીકે વપરાતા દેશી બોરની ખેતી, જુના કાંસીયા ગામના ખેડૂત રાજુ વસાવાએ બોરડીનો મબલક પાક મેળવ્યો
Views: 80
Read Time:2 Minute, 29 Second