અંકલેશ્વરના સિનિયર સિટીઝનને વિજ કંપની ઉપર ખામીયુક્ત મીટર માટે દાવો કર્યો, 9 વર્ષે ગ્રાહક તકરાર નિવારણ આયોગ તરફથી મળ્યો ન્યાય અંકલેશ્વરના એક વરિષ્ઠ નાગરિકે દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (DGVCL) પર ખામીયુક્ત મીટર માટે દાવો કર્યો હતો, તેમણે 9 વર્ષો સુધી આ બાબતે લડી ગ્રાહક તકરાર નિવારણ આયોગ (CDRC)તરફથી ન્યાય મેળવ્યો છે.દર મહિને સરેરાશ 50 થી 60 યુનિટના વપરાશની સામે, તેમને એક બિલ આપવામાં આવ્યું હતું. જેમાં સતત ત્રણ મહિના સુધી 1,000 યુનિટથી વધુનો વપરાશ દર્શાવવામાં આવ્યો હતો. અંકલેશ્વરના રહેવાસી જયપ્રકાશ પંચાલે ફેબ્રુઆરી 2013માં ડીજીવીસીએલમાં મોંઘા વીજ બિલની ફરિયાદ કરી હતી. તે જ વર્ષના એપ્રિલના અંતમાં તેમનું મીટર બદલાઈ ગયું હતું. જોકે, તેને કુલ રૂપિયા 30,378 ચૂકવવાની ફરજ પડી હતી.ફેબ્રુઆરી 2013માં તેમનો વપરાશ 1,710 યુનિટ, માર્ચમાં 1,609 યુનિટ અને એપ્રિલમાં 856 યુનિટ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે સીડીઆરસી ભરૂચનો સંપર્ક કર્યો હતો. પંચાલના એડ્વોકેટે દલીલ કરી હતી કે ફરિયાદ દાખલ થયા બાદ તરત જ મીટર બદલવામાં આવ્યું ન હતું અને 3 મહિના પછી જ બદલાયું હતું. સીડીઆરસીએ ડીજીવીસીએલને 6 ટકા વ્યાજ અને ₹ 4,000 દંડ સાથે રૂ 30,378 સિનિયર સિટીઝનને પરત કરવાનો આદેશ આપ્યો છે.
અંકલેશ્વરના સિનિયર સિટીઝનને વિજ કંપની ઉપર ખામીયુક્ત મીટર માટે દાવો કર્યો, 9 વર્ષે ગ્રાહક તકરાર નિવારણ આયોગ તરફથી મળ્યો ન્યાય
Views: 71
Read Time:1 Minute, 51 Second