જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હાજર પોલીસ સબ ઇન્સ્પેકટરને જ પિતા-પુત્રથી છુટકારો મેળવવા પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી. જંબુસર પોલીસ મથકે બુધવારે PSI ઝમીરૂદ્દીન ઇલમુદિન શેખ ફરજ ઉપર હાજર હતા. જે સમયે બીલકિસબાનુ નામની મહિલા બિલાલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવવા આવી હતી. તેની પાછળ બિલાલ અને ભાગલીવાડમાં રહેતો ઇસ્માઇલ ઉર્ફે લેપ્ટી મલેક અને તેનો પુત્ર નબીલ આવ્યા હતા. જેમાં પિતા-પુત્રે પોલીસ સબ ઇન્સપેક્ટર સાથે ઉદ્ધત વર્તન કરી મહિલાની ફરિયાદ ન લેવા કહ્યું હતું.બંન્ને શખ્સો પોલીસ સબ ઈન્સપેક્ટરને અપશબ્દો બોલી ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ મારો પુત્ર જંબુસરનો દાદા છે અને એકલા નીકળશો જાનથી મારી નાખીશું જેવી ધમકી પણ આપી હતી. જેથી પોલીસ સબ ઇન્સપેક્ટરે અન્ય પોલીસની મદદ લઇ બંન્નેને સ્ટેશનની બહાર કાઢી તેમની સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જંબુસર પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્રે PSIને અપશબ્દો બોલી ઝપાઝપી કરી, કહ્યું, “એકલા નીકળશો તો જાનથી મારી નાખીશું”
Views: 62
Read Time:1 Minute, 21 Second