Read Time:1 Minute, 20 Second
હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની મોસમ જામી છે,તેવા માં પ્રજા પણ હવે પોતાના વિસ્તાર ના પ્રશ્ર્નોના નિરાકરણ માટે હવે રાજકારણીઓ સામે મેદાને પડી છે,જુના ભરૂચ વિસ્તારમાં આવેલ હાથીખાના બજર નજીક ના વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર ના બોર્ડ લગાવવામાં આવ્યા છે.સ્થાનિક રહીશોની માંગ છે વિધર્મી લોકોએ તેઓના વિસ્તારમાં મકાનો ખરીદી કરી સરકાર ની અશાંત ધારા ની ગાઈડલાઈન નો ઉલ્લંધન કર્યો છે,અને તેઓના વિસ્તાર માં ખરીદયેલ વીધર્મીઓ ના આ મકાન ના દસ્તાવેજ રદ કરવામાં નહિ આવે તો તેઓ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ નો બહિષ્કાર કરવામાં આવશે.
મહત્વ નું છે કે છેલ્લા કેટલાય દિવસો થી આ વિસ્તારના લોકોએ તંત્ર માં ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી છે, પંરતુ પરિણામ ન મળતા આખરે આ વિસ્તારના લોકો એ ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી છે..!!