અંક્લેશ્વરમાં ચોથા માળે ગેલેરીમાં રમતો 5 વર્ષનો બાળક 35 ફૂટ નીચે પટકાયો છતાં આબાદ બચાવ…

Views: 71
0 0

Read Time:2 Minute, 34 Second

અંકલેશ્વરમાં આવેલાં સમડી ફળીયાના મુળજી કલ્યાણ ટાવરના ચોથા માળની ગેલેરીમાંથી અંદાજે 40 ફૂટ ઉપરથી શુક્રવારે સવારના 11.15 વાગ્યાના અરસામાં 5 વર્ષનો એક બાળક અકસ્માતે નીચે પટકાયો હતો. ચોથા માળેથી પડતી વેળાં ત્રીજા માળે આવેલી પ્લાસ્ટિકની છાજલી પર પડ્યાં બાદ બાળકના હાથમાં કેબલનો વાયર આવી જતાં તે વાયર પકડી નીચે પડ્યો હતો. જોકે, છાજલી અને વાયરના કારણે તેનો જમીન પર પટકાવાનો ફોર્સ ઘટી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં તેના સામાન્ય ઇજાઓ થતાં શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અંક્લેશ્વરમાં મુળજી કલ્યાણ ટાવર નામની બહુમાળી બિલ્ડીંગના ચોથા માળે રહેતાં પ્રતિમ શાહનો શિશુ-1માં અભ્યાસ કરતો 5 વર્ષીય પુત્ર સિદ્ધમ શુક્રવારે સવારે 11.15 વાગ્યાના અરસામાં તેના ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો. રમતી વેળાં ગેલેરીમાંથી નીચે જોતી વેળાં કે અન્ય કોઇ કારણસર તેનું સંતુલન નહીં રહેતાં તે ગેલેરીમાંથી નીચે પડી ગયો હતો. સદનશીબે તે નીચેના અન્ય ફ્લેટની ગેલેરીને લગાવેલાં પ્લાસ્ટિકની છાજલી પર પડ્યો હતો. તે સમયે તેના હાથમાં ત્યાંથી પસાર થઇ રહેલો કેબલ વાયર આવી જતાં તેણે વાયર ફીટ પકડી લીધો હતો. જે બાદ તે ત્યાંથી પણ નીચે પડ્યો હતો.જોકે, તેણે પડતી વેળાં કેબલ વાયર પકડી લીધો હોઇ જમીન પર પડવાનો ફોર્સ ઘટી જતાં તેને સામાન્ય ઇજાઓ જ થતાં તેનો આબાદ બચાવ થયો હતો.ઘટનાને પગલે તેના પરિવારજનો તેમજ આસપાસના લોકો તુરંત દોડી આવતાં તેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે. તબીબોના જણાવ્યાનુંસાર તેને મોઢાના ભાગે તેમજ |શરીરમાં અન્ય ભાગોમાં સામાન્ય ઇજાઓ જ થઇ હતી. આશ્ચર્યજનક રીતે બાળકે મોતને મ્હાત આપતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વેલ્સપન કંપનીના 400 કર્મચારીઓના આંદોલનમાં 70 ગામના સરપંચો જોડાયા...

Sat Sep 4 , 2021
Spread the love             વેલસ્પન કંપની સામે ન્યાય મેળવવા જંગે ચઢેલા કર્મચારીઓના આંદોલનના 70 માં દિવસે 70 ગામના સરપંચોએ જોડાઈને કર્મચારીઓને ન્યાય મળે તે માટેની માંગ ઉઠાવી હતી.દહેજના વડદલા ખાતે આવેલી વેલસ્પન કંપનીમાં 410 જેટલા કર્મચારીઓને બદલીના બહાને છુટા કરવાની પેરવી કરાઈ છે.જેની સામે કર્મચારીઓએ અવાજ ઉઠાવી ન્યાયની માંગ ઉઠાવી હતી.કર્મચારી સંગઠનોએ […]

You May Like

Breaking News

error: Content is protected !!