અંકલેશ્વરના સર્વોદય રોડ પર પડેલાં ભુવાનું સપ્તાહથી પુરાણ ન થતાં રોષ
અંકલેશ્વર પાલિકા વોર્ડ નંબર 7માં આવતા સર્વોદય રોડ પર આવેલ સ્ટાર એવન્યુ સોસાયટી આગળ સપ્તાહ પૂર્વે ડ્રેનેજ લાઇન પર 5થી 6 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. જે અંગે જે તે વખતે સ્થાનિકો પાલિકાને જાણ કરતા તંત્ર દ્વારા સર્વે કરી ત્યાં ભયજનક પટ્ટી લગાવી દીધી છે. જાે કે પડેલા એ ખાડા પુરવામાં કે ડ્રેનેજ લાઈન રિપેર કરવા પાલિકા સંબંધિત વિભાગ આળસ કરી રહી છે. જેને લઇ સ્ટાર એવન્યુ અને આજુબાજુ ના 150 થી વધુ ફ્લેટ અને રો હાઉસ ઘરાકો નો માર્ગ બંધ થી ગયો છે.બાળક અંદર પડી જાય કે રોગ ચારો ફેલાય તો તેનું જવાબદાર કોણ છે. તો યુનુસ મલેક એ જણાવ્યું હતું. કે 7-7 દિવસ થી આ ભુવો 5 થી 6 ફૂટ ઊંડો પડ્યો છે. જે જોઈને જતા રહ્યા છે પણ રીપેર કર્યું નથી. આ અંગે સ્થાનિક સભ્યને પણ રજુઆત કરી છે.અને પાલિકામાં પણ રજુઆત કરી છે પણ યોગ્ય જવાબ આપતા નથી. પ્રશ્નોનું જલદીથી નિરાકરણ નહિ કરવામાં આવે તો સ્થાનિક રહિશો દ્વારા અંક્લેશ્વર નગરપાલિકા ખાતે દેખાવો કરવામાં આવશે.