ભરૂચ જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ નર્મદા બ્રીજ ઉપર ટ્રાફિકને કંટ્રોલ કરવા બાબતે સબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. તેમણે માર્ગ-મકાન, આર.ટી.ઓ સહિત સબંધિત લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારી ધ્વારા ટ્રાફિક થતાં વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવા જણાવાયું હતું. પોલીસ ડીપાર્ટમેન્ટ ધ્વારા પણ ટ્રાફિક થતાં વિસ્તારમાં સીક્યુરીટી વધારવા પણ સુચના અપાઈ હતી. કલેક્ટરશ્રીએ માલવાહક ઓવરલોડ વાહનો સામે સખત કાર્યવાહી કરવા પણ આર.ટી.ઓ. કચેરીને સૂચના આપી હતી. બેઠકમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો – વાહન માલિકો સામે કરવામાં આવતાં દંડની કાર્યવાહીની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં રોડ સેફ્ટી કાઉન્સીલના સભ્ય સચિવ અને સહાયક પ્રા.વા.વ્ય. અધિકારીશ્રી એમ.એસ.પંચાલે રોડ સેફ્ટી અંગેની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી સર્વશ્રી યુ.એન.જાડેજા, નૈતિકાબેન પટેલ, માર્ગ-મકાન વિભાગના કા.પા.ઈજનેરશ્રી અનિલ વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, ટ્રાફિક શાખાના પીએસઆઈ સહિત અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ
Views: 80
Read Time:2 Minute, 0 Second