ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાય..

Views: 23
0 0

Read Time:2 Minute, 16 Second

-ભાજપ દ્વારા ત્રણ પ્રકારે સદસ્યતા આપવાનું કાર્ય કરાશે

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં સદસ્યા અભિયાન 2024નો પ્રારંભ થનાર છે.જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ આત્મીય હોલ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા વિભાગના સંયોજક મનન દાણી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ આગેવાનો અને કાર્યકરોને સદસ્યતા અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું હતું

આ કાર્ય શાળામાં જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા,મહામંત્રી વિનોદ પટેલ તેમજ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ 18 કરોડ સદસ્યાઓની સદસ્યતા શુન્ય કરી ફરી સદસ્યતા અભિયાન કરી રહ્યુ છે. ભાજપા ત્રણ રીતે સદસ્યતા આપવાનુ કાર્ય કરશે. એક મીસકોલ, બીજી સાર્વજનીક સ્થળે ક્યુઆરકોડના માધ્યમથી તેમજ ભાજપની વેબસાઇટના માધ્યમથી ફોર્મ મેળવી સદસ્યતા અંગેની જરૂરી વિગતો ભરી સદસ્યતા મેળવી શકશે.ભાજપા દર છ વર્ષે નવા સંગઠનની રચના કરતુ આવે છે. 1 સપ્ટેમ્બર 2024 ના રોજથી સદસ્યતા અભિયાનની શરૂઆત થશે.ભાજપના કેન્દ્રિય નેતૃત્વ તરફથી ગુજરાતના દરેક બુથ પર 200 સભ્યો બનાવવા લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.જ્યારે ગુજરાત ભાજપે આ લક્ષ્યાંકને વધારી 300 સભ્યો બનાવવાનું સૂચન કર્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દહેજ બાયપાસ રોડ ઉપર વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરીને ગ્રાહકોને વિદેશમાં નોકરી-વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ફરાર બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Sat Aug 24 , 2024
Spread the love             ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દહેજ બાયપાસ રોડ ઉપર વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરીને ગ્રાહકોને વિદેશમાં નોકરી-વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ફરાર બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શીલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી ઓફિસ શરૂ કરીને વિદેશમાં […]
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દહેજ બાયપાસ રોડ ઉપર વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરીને ગ્રાહકોને વિદેશમાં નોકરી-વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ફરાર બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

You May Like

Breaking News

error: Content is protected !!