ભરૂચભરૂચનાકા થી દિવા રોડ તરફ ની વિવાદિત કાંસ ની કામગીરી લટકી પડી છે. નાયબ મુખ્ય મંત્રીએ જે બોક્સિંગ સ્ટોર્મ વોટર ડ્રેનેજનું ખાતમહૂર્ત કર્યું તે વરસાદી કાંસ કામગીરી છેલ્લા 8 મહિના થી બંધ છે. છેલ્લા 8 મહિના ઇજારદાર કામગીરી છોડી જતા રહ્યા બાદ પુનઃ કામગીરી શરૂઆત કરવા પાલિકા પાછી-પાની કરી રહ્યું હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. ઇજારદાર ક્યાં કારણસર કામગીરી અધૂરી રાખી તપાસનો વિષય બન્યો છે. નિયત સમય માં કામગીરી પૂર્ણ કરવા ટેન્ડર માં નિયમ છતાં પાલિકાની ચુપકીદી સામે આવી રહી છે.અંકલેશ્વર દિવા રોડ પર ભરૂચ નાકા થી એમ.એસ. 29 ને જોડાતી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન કમ વરસાદી કાંસની કામગીરી છેલ્લા 2 વર્ષ થી ગોકળ ગતિએ ચાલી રહી હતી. જે કાંસનું ખાતમહૂર્ત રાજ્ય ના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું. જે બાદ કામગીરી શરૂ થયા બાદ ભરૂચીનાકા પાસે કાંસ પર દુકાન ઉભી કરતા વિવાદ સર્જાયો હતો. હવે છેલ્લા 8 મહિના થી ઇજારદાર કામગીરી અધૂરી છોડી ચાલ્યો ગયો છે. જેને લઇ વરસાદી કાંસનું અર્ધા ઉપરાંતનું કામ હજી પણ બાકી રહી જવા પામ્યું છે.ચોમાસામાં આજ કાંસને લઇ આજુબાજુની સોસાયટીમાં જેને લઇ વરસાદી પાણી પૂર આવતું રહે છે અને રહીશો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં તંત્ર છેલ્લા 8 મહિના થી ઇજારદાર પાસે કામગીરી શરૂ કરાવી શકી નથી. છેલ્લા 8 મહિના થી કામગીરી લટકી પડી છે અને હવે ચોમાસાના પણ 3 મહિના બાકી રહ્યા છે. આ વચ્ચે અધૂરી કામગીરી ને લઇ સ્થાનિક લોકો માટે સમસ્યા વધુ વિકટ બનશે . જે બાબતે પાલિકા બાંધકામ વિભાગની ચુપકીદી જોવા મળી રહી છે. કામગીરી કયા કારણસર અટકી અને ઇજારદાર છેલ્લા 8 મહિના થી કામગીરી કેમ શરૂ નથી કરી રહ્યો તે બાબતે પાલિકા તંત્ર પાસે કોઈજ જવાબ નથી.ઇજારદાર ને કોન્ટ્રક્ટર આપતા પૂર્વે સમય અવધિ નિયત કરવામાં આવતી હોય છે જે આધારે સમય અવધિ માં કામગીરી પૂર્ણ ના થયા તો તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરી શકાય છે અથવા બ્લેક લિસ્ટ કરી શકાય એમ છે. છતાં પાલિકા સંબંધિત વિભાગ દ્વારા કોઈ એક્શન આજદિન સુધી લીધા નથી.
ભરૂચીનાકાથી દિવા રોડ તરફની વિવાદિત કાંસની કામગીરી ખોરંભે, નાયબ મુખ્યમંત્રીએ આ સ્ટોર્મ વોટર ડ્રેનેજનું ખાતમહૂર્ત કર્યું હતું..
Views: 72
Read Time:3 Minute, 4 Second