કરજણ સ્થિત શ્રીમતી એચ. સી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તરફ જતો માર્ગ બિસ્માર બનતા કોલેજમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડી રહી છે.વડોદરાના કરજણમા ૯૯ ગામ પૈકી એક જ કોલેજ છે, આ કોલેજમા અંદાજિત 850 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે, 1964 મા બનેલ કોલેજ કરજણ ના ૯૯ ગામ પેકિં એકજ કોલેજ આવેલ છે.
એચ.સી.પટેલ આર્ટ્સ-કોમર્સ કોલેજમા જવાના મુખ્ય માર્ગ નેશનલ હાઇવે નં 48 ની બાજુ માંથી પસાર થાય છે.એચ.સી.પટેલ આર્ટ્સ-કોમર્સ કોલેજ જવાનો અંદાજિત દોઢ કિલોમીટર નો માર્ગ અતિ બિસ્માર હાલતમા હોવાથી કોલેજ આચાર્ય દ્રારા એલ.એન્ડ ટી. , ધારા સભ્યો સહિત, હાઇવે ઓથોરિટી દિલ્હી સુધી લેખિત રજુવાતો કરી હોવા છતાં હજુ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી.એચ.સી.પટેલ આર્ટ્સ-કોમર્સ કોલેજ ના આ દોઢ કિલોમીટર ના અતિ બિસ્માર મેન માર્ગ થી કોલેજ કર્મચારીઓ થી લઈ વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે. કરજણ એચ.સી.પટેલ આર્ટ્સ – કોમર્સ કોલેજ ના આચાર્ય , વિદ્યાર્થી ઓ ની સરકાર પાસે માત્ર દોઢ કિલોમીટરના અતિ બિસ્માર મુખ્ય માર્ગ વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે એવી માગ ઉઠવા પામી છે…
:- તસ્લીમ પીરાંવાલા…કરજણ…