


ભરૂચ જિલ્લામાં આવેલા અટાલી ગામના યુવા અને સામાજીક કામમાં અંગ્રેશર રેહનાર એવા ઇન્દ્રજીત સિંહનો આજરોજ જન્મ દિવસ હોઈ તેઓ દ્વારા સ્કૂલના બાળકો અને ગામના બાળકોને ઘરે લઈ જઈ ભોજન કરાવી દરેક બાળકને કંપાસના બોક્સનું વિતરણ કરી અને બાળકોને શિક્ષણ શેત્રે આગળ વધવા અને જો કોઈ બાળક શિક્ષણના સાધનોના ખરીદી શકતા હોય એમને મદદ રૂપ થવાના વચન સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી અને જન્મ દિવસની ઉજવણી ની એક નવી પહેલ કરી હતી.