14 વર્ષના ધાર્મિક દ્વારા 8 અંગદાન થકી 7 વ્યક્તિ ને મળ્યું જીવનદાન
પાટણા (ભાલ) ગામના અજયભાઈ કાકડીયાના ૧૪ વર્ષીય પુત્ર ધાર્મિક કાકડીયા ઘણા સમય થી સુરત ની કિરણ હોસ્પિટલમાં કીડનીની સારવાર લઈ રહ્યા હતા આ દરમિયાન ધાર્મિકનું બ્રેઇન ડેડ થતા હૃદય, ફેફસા, લીવર, કોર્નિયા તથા બન્ને હાથનું દાન કરવામાં આવ્યું છે. સૌથી નાની ઉંમરમાં ભારતમાં બન્ને હાથના દાનની પ્રથમ ઘટના છે.
સુરતમાંથી ૩૭ મું હૃદય, ૨૨ મું ફેફસાં, ૧૭૨ મું લીવર અને ૩૧૦ કોર્નિયાનું દાન સાથે ભારત દેશમાં બન્ને હાથના દાનની આ પ્રથમ ઘટના છે. ધાર્મિકના અંગો એ ૮-૧૦ લોકોના શરીરમાં કાર્યરત થઇ તેઓને નવજીવન આપ્યું છે.
અજયભાઈ કાકડીયા અને તેના પરિવારના અંગદાન કરવાના નિર્ણયને લોકો વંદન કરી રહ્યા છે….
અજય કાકડીયાના પરિવારજનો દ્વારા સદગત દિકરાના અંગોનુ દાન કરવાના ઉમદા અને ઉદાર નિણઁયનુ લોકો પણ ગવઁ લઇ રહ્યા છે ધામિઁકના અવસાનથી અજય ભાઈ અને લાલજીભાઇના પરિવારમા ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.