ફેબ્રુઆરીમાં લલિતકલા કેન્દ્ર આસામ દ્વારા આયોજિત રાજા રવિ વર્મા આંતર રાષ્ટ્રીય કક્ષાનું ઓનલાઈન પ્રદર્શન યૌજાયું હતું. જેમાં સમગ્ર ભારત અને વિશ્વમાથી ચિત્રકલા અને કેલિગ્રાફી કલા સાથે સંકળાયેલ કલાકારોએ ભાગ લીધો હતો જેમાં આપણા ભરુચનું ગૌરવ એવા કેલિગ્રાફી કલામાં માહિર કલાકાર શ્રી ગોરી યુસુફ હુશેનજીની કૃતિને આસામ લલિતકલા કેન્દ્રની પસંદગી સમિતિએ નિમેલા આંતરાષ્ટ્રીય નિર્ણાયકોએ પસંદ કરી છે અને તેઓની કૃતિને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે જે ફક્ત તેઓ માટે જ નહીં પણ સમસ્ત ભરુચવાસીઑ અને ગુજરાત માટે ગૌરવની વાત છે.
ખાસ જણાવવાનું કે ગોરી યુસુફજીની પસંદ કરાયેલી કૃતિ તેઓએ પ્રાકૃતિક રંગોથી અને હાથ બનાવટના કાગળ પર રચવામાં આવેલી છે જે ખૂબ જ કઠિન, મહેનત અને ધીરજ માગી લે એવું કાર્ય છે. આપ સૌને યાદ અપાવવું રહ્યું કે હાલમાં જ તેઓની એક કેલિગ્રાફી કૃતિને યુનાઈટડ આરબ અમિરાત, અબુધાબીના ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમમાં કાયમી ધોરણે પ્રદર્શિત કરવાનું બહુમાન મળ્યું છે.
ગોરી યુસુફ હુશેનજીની કલા વિશેષતા એ છે કે તેઓ પહેલાં તો એક ઉમદા વ્યક્તિ છે. તેઓ ભરુચમાં રહીને પણ ગુજરાતના જ નહીં પણ દેશ અને વિદેશમાં વસતા કલાકારોની કલા પ્રવૃત્તિને વિશ્વ મંચ પર લઈ જવા માટે નિશ્વાર્થભાવે હમેશા પ્રયત્નશીલ રહે છે. ખરો કલાકાર ક્યારેય પોતાની કલા પૂરતો મર્યાદિત નથી રહેતો પણ તે અન્ય પણ તેમાં જોડે છે અને જે બીજાને જોડે તેવી વ્યક્તિ આવા સન્માનના ખરા અર્થમાં હકદાર છે.રાજા રવિવર્માને કોણ નથી જાણતું.
વડોદરામાં સયાજીરાવ ગાયકવાડના મહેલમાં જે ઉત્તમ ક્લાકૃતિ બનાવી છે તે વિશ્વ પ્રસિદ્ધ છે અને આવા વિશ્વ પ્રસિદ્ધ કલાકારના નામ હેઠળ યોજાયેલા આંતરાષ્ટ્રીય કક્ષાના ઓનલાઈન કલા પ્રદર્શનમાં ગોરી યુસુફને સુવર્ણ ચંદ્રક મળ્યો એ માટે સમસ્ત ભરુચ એક ગૌરવની લાગણી અનુભવે છે.
આંતરરાષ્ટ્રીય ઓનલાઈન પ્રદર્શનમાં સુવર્ણ ચંદ્રક એનાયત
Views: 81
Read Time:2 Minute, 51 Second