અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં સરકારી માફી યોજના છતાં કરદાતા વેરોના ભરતા પાલિકા મિલકત સીલ કરવાની કાર્યવાહી આરંભી હતી. અંતિમ દશ દિવસમાં વધુમાં વધુ વસુલાત થાય તે માટે હવે કડક કાર્યવાહી સાથે પઠાણી ઉઘરાણી શરુ છે. બુધવારના રોજ ટ્રેડ સેન્ટર મહાવીર ટર્નીંગ ખાતે 1.89 લાખની વસુલાત માટે ટીમ સિલિગ પ્રક્રિયા શરુ કરતા જ વેરો ભરપાઈ કરી દેવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાલ સરકારની વેરા માફીની આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર અમલમાં મૂકી બાકી પડતા વેરા ધારકો નોટિસ ફી, વ્યાજ સહીતની માફી આપવામાં આવી રહી છે.
છતાં પણ કેટલાક બાકી પડતા વેરા ધારકો દ્વારા નોટિસ તેમજ મૌખિક સૂચના આપવા છતાં વેરો ભરપાઈના કરતા અંતે પાલિકા દ્વારા કડક રૂખ અપનાવવામાં આવ્યું છે. પાલિકા હાઉસ ટેક્સ વિભાગ દ્વારા 3 કેટલાક મકાન સીલ મારવા તેમજ 14 જેટલા પાણી અને ડ્રેનેજ ના કનેક્શન કાંપતા જ બાકી વેરા ધારકો વેરો ભરપાઈ કરી દીધો હતો જેને લઇ પુનઃ જોડાણ તેમજ સીલ ખોલવામાં આવ્યા હતા. તો અંકલેશ્વર મહાવીર ટર્નીંગ ખાતે આવેલ સ્ટેલો જિમ દ્વારા છેલ્લા 3 વર્ષથી પાલિકાનો વેરોના ભરતા પાલિકા દ્વારા બાકી પડતા 1.89 લાખના વેરા વસુલાત માટે સીલ પ્રક્રિયા શરુ કરતા જ જિમ સંચાલક દ્વારા સેટલમેન્ટ કરી ચેક અપાતા સીલ કામગીરી મુલતવી રાખવામાં આવી હતી.
પાલિકા હાઉસ ટેક્સ વિભાગ પાલિકા દ્વારા 1500થી વધુ કરદાતા નોટિસ ફટકારી સીલ પ્રક્રિયા શરુ કરી છે. આ ઉપરાંત વ્યવસાય વેરા વિભાગ દ્વારા બાકી પડતા વ્યવસાય વેરા માટે નોટિસ બજવણી કરી બેંક એકાઉન્ટ સીઝ કરવાની કવાયત શરુ કરી છે. જે અંતર્ગત 3800 વ્યવસાય વેરા ધારક અને 300 કર્મચારી વેરા ધારક પૈકી 700થી વધુ લોકોને નોટિસ ફટકારી હતી જે પૈકી હાલ 200થી વધુ વ્યવસાય વેરા ધારકો વેરો નહીં ભરતા કડક કામગીરીના ભાગ રૂપે તેના બેન્ક ખાતાં ફ્રીઝ કરી તેમના વ્યવસાય મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરુ કરી છે.
વ્યવસાય વેરા વિભાગે 1.06 કરોડની પણ જંગી વસુલાત પાલિકા ઇતિહાસમાં અત્યાર સુધીમાં કરી છે. બાકી પડતા 17 લાખ માટે આગામી દિવસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો વ્યવસાય વેરા વિભાગે હાલ 90% કરતા વધુની વસુલાત કરી છે. પાલિકા હાઉસ ટેક્સ વિભાગ માં 70 % કરતા વધુ વસુલાત કરી છે. અને કુ. 6.86 કરોડ રૂપિયા ની વિક્રમી વસુલાત કરી છે. બાકી પડતા અંદાજે 2.75 કરોડ રૂપિયા માટે બાકી વસુલાત માટે માર્ચ એન્ડિંગ ના અંતિમ 10 દિવસ માં કડક વસુલાત માટે ની તજવીજ શરુ કરી છે.
અંક્લેશ્વરમાં 3 મકાનો સીલ, 14 પાણી જોડાણ કાપતાં કરદાતાઓમાં દોડધામ
Views: 70
Read Time:3 Minute, 38 Second