ભરૂચ શહેરના દહેજ રોડ પર ઈકરા સ્કૂલની બાજુમાં આદિલ એવન્યુ-2 આવેલુ છે.જેમાં મકાન નંબર સી-112 માં નિલેશ મુન્નાલાલ વિશ્વકર્મા પોતાના પરિવાર સાથે રહે છે.જોકે તેમના પત્ની મુંબઈ ખાતે સાસરીમાં ગયા હોય તેઓ અને તેમનો પુત્ર રિષી બંને ઘરે એકલા હતા. સોમવારના રોજ તેઓ અને તેમનો પુત્ર જમીને સાડા દસ વાગ્યાના અરસામાં સુઈ ગયા હતા.તે સમય દરમિયાન તસ્કરોએ તેમના પ્રથમ માળના ટેરેસના દરવાજો ખોલી મકાનમાં પ્રવેશ કરીને બેઠક રૂમમાં મુકેલી બેગમાં ધંધાના મુકેલા રૂપિયા 1.50 લાખ રોકડાની બેગની ચોરી કરી લઈ ગયા હતા.જયારે આજ સોસાયટીમાં આવેલા મકાન નંબર-91 માં રહેતા સમીર હારુન દિવાન પણ પ્રથમ માળે સુતા હતા તે સમયે તસ્કરોએ નીચેના બેડરૂમની તીજોરીના લોકરમાંથી ત્રણ પ્લાસ્ટિકના ગલ્લા જેમાં મુકવામાં આવેલા અંદાજિત 37 હજાર રોકડની ચોરી કરીને અંધારામાં પલાયન થઈ ગયા હતા.બંનેય મકાન માલિક વહેલી સવારે ઉઠતા ચોરી થઈ હોવાનું માલુમ થયું હતું.ત્યાર બાદ સોસાયટીમાં રહેતા ઇસમના ઘરે સીસીટીવી ચેક કરતા બે અજાણ્યા ઇસમો દેખાયા હતા. આ મામલે તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી કુલ રૂ.1.87 ની ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દહેજ રોડ પર આદિલ એવન્યુના બે મકાનોમાં તસ્કરો ત્રાટક્યા…
Views: 62
Read Time:1 Minute, 46 Second