આજ રોજ જુનાગઢ જીલ્લા ખાતે મુસ્લિમ એકતા મંચ,ગુજરાતના અધ્યક્ષ ઈમ્તિયાઝભાઈ પઠાણ અને તેમની ટીમ દ્વારા ૩૧ દિકરીઓના પ્રથમ જશ્ને સમુહ શાદી સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં આ સમુહ શાદી સમારોહના અધ્યક્ષ સ્થાને જાણીતા સમાજ સેવક અને કેળવણીકાર ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હિરબાઈબેન લોબી તથા સમારોહમાં ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાન અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ તથા પાલીતાણાના પૂર્વ નગરપતિ શ્રી ડો.હાજી હૈયાતખાન બલોચ, ધારાસભ્યશ્રી ઈમરાનભાઈ ખેડાવાળા, માજી ધારાસભ્યશ્રી ગ્યાસુદિનભાઈ શેખ, ધારાસભ્યશ્રી ભુપતભાઈ ભાયાણી, માજી ધારાસભ્યશ્રી ભીખાભાઈ જોષી, ઈનુસભાઈ મતવા, હાફીઝ સાહેબ, સાદિકબાપુ, જહાંગીરભાઈ બલોચ, ગુજરાત યુવા બલોચ સમાજના અગ્રણી અનવરખાન બલોચ, ઈમ્તીયાઝભાઈ બલોચ, જાણીતા સ્ક્રિન સ્પેશિયાલિસ્ટ ડો.ખાન સાહેબ, બાદશાહખાન બલોચ સહિતના મહાનુભાવો સમારોહમાં ખાસ હાજર રહ્યા હતા મુસ્લિમ જમાતના પ્રમુખશ્રીઓ, સંતો – મહંતશ્રીઓ તથા સમાજીક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી નવદંપતિને મુબારક બાદી સાથે આશિર્વાદ આપેલ …
જુનાગઢ જીલ્લા ખાતે મુસ્લિમ એકતા મંચ,ગુજરાતના અધ્યક્ષ ઈમ્તિયાઝભાઈ પઠાણ અને તેમની ટીમ દ્વારા ૩૧ દિકરીઓના પ્રથમ જશ્ને સમુહ શાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યુ
Views: 216
Read Time:1 Minute, 43 Second