કોરોનાકાળના બે વર્ષે લોકોના જીવન પર ભારે અસર પાડી હતી. તેમાંય વિદ્યાર્થી જીવન પર તેની સૌથી વધુ અસર સાથે શૈક્ષણિક પ્રણાલીમાં જ બદલાવી આવી ગયો હતો. ઓનલાઇન ક્લાસીસના માધ્યમથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવ્યું હતું. જેના કારણે છાત્રોની ભણતરથી પદ્ધતિ જ બદલાઇ ગઇ હતી. જેથી એક તબક્કે બોર્ડની પરીક્ષા આપી રહેલાં વિદ્યાર્થીઓના પરિવારજનો પણ પોતાના બાળકોના પરીણામમાં ઉણપ આવે તેવી ભિતી સેવી રહ્યાં હતાં. દરમિયાનમાં ધો. 12 વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરીણામ એકંદરે સારૂ આવ્યાં બાદ આજે ધોરણ 10ના પરીણામની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી.સોમવારે સવારે ધો. 10નું પરીણામ ઓનલાઇન જાહેર થઇ ગયું હતું. જેમાં ભરૂચ જિલ્લાનું 64.44 જ્યારે નર્મદા જિલ્લાનુું 54.13 ટકા પરીણામ આવ્યું હતું. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમના મોબાઇલમાં પરીણામ જોવામાં જોતરાઇ ગયાં હતાં. ભરૂચ જિલ્લામાં કુલ 19515 વિદ્યાર્થીઓ નોંધાયાં હતાં. જે પૈકી 19344 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતાં તે પૈકીના 214 છાત્રોનો A-1 ગ્રેડ, 1061 વિદ્યાર્થીઓનો A-2 ગ્રેડ, 2011નો B-1, 3237નો B-2, 3639નો C-1, 2192નો C-2 અને 157 વિદ્યાર્થીઓનો D ગ્રેડ આવ્યો હતો.જિલ્લામાં બે દિવ્યાંગ બાળકો પણ કૃપા ગુણથી ઉત્તીર્ણ થયા હતા. જ્યારે એક વિષયમાં 3654 અને બે વિષયમાં 3182 છાત્રો નાપાસ થયા છે. જ્યારે નર્મદા જિલ્લામાં નોંધાયેલાં 7383 છાત્રો પૈકી 7231 છાત્રોએ પરીક્ષા આપતાં તે પૈકીના 16 એ-1 ગ્રેડમાં, એે-2 ગ્રેડમાં 152, બી-1 ગ્રેડમાં 537, બી-2 ગ્રેડમાં 1129, સી-1 ગ્રેડમાં 1615, સી-2 ગ્રેડમાં 998 વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો. જ્યારે એક વિષયમાં 1238 અને બે વિષયમાં 1480 વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં.
ભરૂચમાં 2 વર્ષમાં પરિણામમાં 10.53%નો વધારો, આ વર્ષે ભરૂચ જિલ્લાનું 64.66 ટકા જ્યારે નર્મદા જિલ્લાનું 62.41 ટકા પરિણામ નોંધાયું
Views: 85
Read Time:2 Minute, 27 Second