નર્મદા મૈયાના અંકલેશ્વર છેડે સ્પીડબ્રેકર તંત્ર દ્વારા લગાવી અકસ્માત નિવારણ માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજના પાસે પડતા 3 રસ્તા પાસે હંગામી પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા હતા. અંકલેશ્વર અને ભરૂચ ને ટ્વિન્સ સીટી તરીકે પ્રસ્થાપિત કરતા નર્મદા મૈયા બ્રિજ પર અંકલેશ્વર તરફના છેડા પર બોરભાઠા ગામ રહીશો માટે આપવામાં આવેલ માર્ગ પર વાહનોની રફતારને લઇ વારંવાર અકસ્માત સર્જાતા હતા જેને લઇ લોકોના જીવ જોખમાઈ રહ્યા હતા.સ્થાનિકો દ્વારા આગે તંત્રને વારંવાર રજૂઆત કરી સ્પીડ બ્રેકર ઊભા કરવા માગ કરી હતી. અંતે મોડે મોડે બ્રિજની શરૂઆત એક વર્ષ ની પૂર્ણતા પહેલા હાલ સ્પીડ બ્રેકર ઉભા કરવાની કવાયત શરુ કરી છે.
માર્ગની બંને તરફ પ્લાસ્ટિકના ડબલ સ્પીડ બ્રેકર ઉભા કરવામાં આવ્યા હતા. જેને લઇ પુરપાટ ભાગતા વાહનો આ ત્રણ રસ્તા પાસે આવતા જ ગતિ ધીમી થઇ શકે અને અકસ્માત થતા અટકાવી શકાય. સ્પીડ બ્રેકર ઉભા કરવામાંમાં આવતા જ સ્થાનિક ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે. આ માર્ગ પર ભૂત મામાની ડેરી સુધી સ્ટ્રીટ લાઈટ રાત્રીના જોવા મળે છે. ત્યાંથી ગડખોલ પાટિયા ટી બ્રિજ ના ઓએનજીસી -ઓવર બ્રિજ સુધી રાત્રી સ્ટ્રીટ લાઈટ નથી. 10 વર્ષ પહેલા અહીં સોડિયમ લાઇટ સુવિધા ઉભી કરવામાં આવી હતી જે તંત્ર ની અનદેખી ના કારણે બંધ થઇ જવા પામી છે. જે લાઈટો પુનઃ શરુ કરવામાં આવે તેવી માંગ રાહદારીઓ અને બંને શહેરો ના રોજ અપડાઉન કરતા રાહદારીઓ કરી રહ્યા છે. તેમજ સામ્રાજ્ય સોસાયટી પાસે પણ નર્મદા મૈયા બ્રિજ પાસે ઉભા કરવામાં આવેલ હંગામી સ્પીડ બ્રેકર જેવા જ વધુ સ્પીડ બ્રેકર ઉભા કરવા પણ માંગ કરવામાં આવી છે.