
આમોદ તાલુકાના આછોદ ગામે રહેતાં કેતન અજીતસિંહ સોલંકીના મિત્ર અજય નટવર સોલંકીનો જન્મ દિવસ હોઇ તેઓ મિત્રો નાહિયેર પાસે આવેલી કનૈયા હોટલ ખાતે જમવા માટે જવા નિકળ્યાં હતાં. અજયના અન્ય મિત્રો પણ તેની સાથે આવ્યાં હતાં.કેતન હોટલ પર જઇ રહ્યો હતો તે વેળાં નાહિયેર ગામના પાટિયા પાસે ઉત્તમ જશવંત સોલંકીએ તેને રોકતાં તે પણ જમવા આવવાનો હોવાનું માની તે ઉભો રહેતાં ઉત્તમ તેમજ તેની સાથેના બળવંત ઉર્ફે વિશાલ પ્રવિણ સોલંકીએ કેતનને અપશબ્દો ઉચ્ચારી તુ મારી ભત્રીજીને મળવા કાલે કેમ આવ્યો હતો તેમ કહીં ઝઘડો કરતાં મામલો ગરમાતાં બન્નેએ ઉશ્કેરાઇ જઇ તેને લાકડીના સપાટા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે આમોદ આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.