
અંક્લેશ્વરની જયમીત રિયાલીટી કંપનીમાં સાઇડ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો ઋષિકેશ રામરાજ 1.50 લાખ રૂપિયા બેન્કમાં જમા કરવા આપ્યાં હતાં. તેઓ બીઓબી બેન્કમાં ગયાં ત્યાં બે શખ્સોએ તેની પાસે આવી તેમને બે લાખ ભરવાના હોઇ સ્લિપ ભરી આપવા કહેતાં તેઓએ બેન્કની બહાર નિકળી તેમનું ફોર્મ ભરી રહ્યાં હતાં. ત્યારે તેમને ભોળવી નોટોની સાઇઝમાં કાપેલાં કાગળની ગડ્ડી બાંધેલો રૂમાલ તેને આપી તેમની પાસેના 1.50 લાખ રૂપિયા લઇ ત્યાંથી રફૂચક્કર થઇ ગયો હતો.મામલામાં એલસબીની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં તે પૈકીનો એક શખ્સનું નામ સાજીદ સલીમ ખાન હોવાનું તેમજ તે સુરતના પલાસાણા નો હોવાનું માલુમ પડતાં ટીમે તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેના મિત્રો જિતેન્દ્ર ઉર્ફે ભુરિયા રહે. અમરોલી, સતનામ ઉર્ફે પપ્પુ, આયુશ મિશ્રા, પ્રમોદ યાદવ રહે. કડોદરા, યોગેશ નામદેવ પાટીલ રહે. સંજયનગર, રવિયા ચરસી રહે. મુંબઇ તેમજ બટલા રોહિત રહે. વલસાડ સાથે મળી તેઓએ 80થી વધુ ગુનાની કબુલાત કરી છે.