આ છે ભરૂચ કલેકટર ડૉ. સુમેરાની ધોરણ 10ની માર્કશીટ; અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ છતાં UPSC પાસ કરી હતી

Views: 77
0 0

Read Time:3 Minute, 44 Second

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. કેટલાય વિદ્યાર્થીઓ સારા માર્ક્સ અને ટકા સાથે ઉત્તીર્ણ થયા છે, જ્યારે કેટલાકના માર્ક્સ ઓછા આવ્યા છે તો કેટલાક નાપાસ થયા છે. ઓછા ટકા આવ્યા હોય અને નાપાસ થયા હોય તોપણ નિરાશ થવાની જરૂર નથી. ભરૂચ કલેકટર ડૉ. તુષાર સુમેરાના પણ ધોરણ 10માં પાસિંગ માર્ક્સ જ આવ્યા હતા.રાજકોટની ચૌધરી હાઇસ્કૂલ (સરકારી શાળા)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ તુષાર સુમેરાની માર્કશીટ કઇ અલગ જ હતી. તેમણે અંગ્રેજીમાં 35 માર્ક્સ, ગણિતમાં 36 માર્ક્સ અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ મેળવ્યા હતા. પરિણામથી હતાશ થવાના બદલે તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેમણે આર્ટ્સનું શિક્ષણ પૂર્ણ કરી બી.એડની ડીગ્રી પણ મેળવી હતી. કોલેજમાં અભ્યાસ દરમિયાન તેઓ અંગ્રેજી વિષયમાં કાચા હતા.બી.એડ થયા બાદ તેમણે ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી શરૂ કરી હતી. ત્યારે તેમનો પગાર હતો મહિનાના 2,500 રૂપિયા. નોકરી દરમિયાન જ તેમણે આઇએએસ અધિકારી બનવાનું નકકી કર્યું હતું. તેમણે પોતાના પરિવારમાં આ વાત કરતાં પરિવાર તરફથી પ્રોત્સાહન મળ્યું હતું. દસમા ધોરણમાં માંડ માંડ પાસ થનાર અને કોલેજ સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર કલેક્ટર બનવાનું સપનું જુએ એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે, પરંતુ એ છોકરો કોઈની વાત કાને ધર્યા વગર તેઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો હતો.2012ના વર્ષમાં આ તેમણે ભારત દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને આઈએએસ બની ગયા હતા. અત્યારે તેઓ ભરૂચમાં કલેકટર તરીકે સેવાઓ આપે છે. થોડા દિવસ પહેલાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલેકટર તરીકે ડૉ. તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલાં કામની નોંધ લઇને ટ્વિટર પર પણ તેમનો ઉલ્લેખ કર્યો હતો.10મા ધોરણમાં સાવ સામાન્ય પરિણામ લાવનાર વિદ્યાર્થી ધારે તો એવું કામ પણ કરી શકે, જેની વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાને નોંધ લેવી પડે. તેમણે જણાવ્યું હતું કે નબળા પરિણામથી કારકિર્દીના બધા જ દરવાજાઓ બંધ નથી જતા, માટે કોઈપણ જાતની ચિંતા કે ડર વગર જે પરિણામ આવ્યું છે એનો સ્વીકાર કરીને આગળ વધજો. ભવિષ્યમાં તમને પણ સફળતાનો સ્વાદ ચાખવા મળશે. વાલીઓ પણ આ વાત સમજે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી જ સર્વસ્વ નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચમાં 2 વર્ષમાં પરિણામમાં 10.53%નો વધારો, આ વર્ષે ભરૂચ જિલ્લાનું 64.66 ટકા જ્યારે નર્મદા જિલ્લાનું 62.41 ટકા પરિણામ નોંધાયું

Tue Jun 7 , 2022
Spread the love              કોરોનાકાળના બે વર્ષે લોકોના જીવન પર ભારે અસર પાડી હતી. તેમાંય વિદ્યાર્થી જીવન પર તેની સૌથી વધુ અસર સાથે શૈક્ષણિક પ્રણાલીમાં જ બદલાવી આવી ગયો હતો. ઓનલાઇન ક્લાસીસના માધ્યમથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવ્યું હતું. જેના કારણે છાત્રોની ભણતરથી પદ્ધતિ જ બદલાઇ ગઇ હતી. જેથી એક તબક્કે બોર્ડની પરીક્ષા […]

You May Like

Breaking News

error: Content is protected !!