નેત્રંગ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી કોરોના સંકમિત થતા તેઓને હોમ કોરોનટાઇન કરતા તાલુકા પંચાયત નેત્રંગ દ્રારા ગ્રામપંચાયતનો તલાટી કમમંત્રી નો ચાર્જ નવા નિશાળિયા એવા જુનિયર તલાટીને માથે ઠોકી બેસાડવામાં આવતા ટાઉનની પ્રજા સહિત પંચાયત પદાધિકારીઓમા છુપો રોષ જોવા મળી રહ્યો છે.નેત્રંગ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી કોરોના સંક્રમિત થતાં આરોગ્ય વિભાગ દ્રારા તેઓને હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે. તેવા સંજોગોમાં તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયત માં મહેસુલ તેમજ પંચાયત વિભાગ આમ બન્ને વિભાગનો ચાર્જ એક તલાટી કમ મંત્રી પાસે છે. હાલમાં માર્ચ મહિનો ચાલુ છે, હિસાબી વર્ષેના છેલ્લાં મહિનાના જુજ દિવસો બાકી છે.તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ નેત્રંગ ગ્રામપંચાયતના વહીવટની પરિસ્થિતિથી સંજાગ હોવા છતા માર્ચ માસના 15 દિવસ માટે તાલુકાની પંચાયતમાંથી હોશીયાર અને અનુભવી તલાટીની નિમણૂંક કરવાના બદલે વહાલા દાવાની નીતિ અપનાવી નવા નિશાળિયાને તલાટી કમ મંત્રીની ફરજ આપવામા આવતા ટાઉનની પ્રજા મા તેમજ પદાધિકારીઓ સહિત અન્ય લોકોમા પણ છુપો રોષ જોવા મળી રહયો છે.
નેત્રંગ ગ્રામ પંચાયતના ચાર્જની સોંપણીમાં વ્હાલા દવલાની નીતિ..
Views: 118
Read Time:1 Minute, 45 Second