ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગની અસર અનુભવાઇ રહી છે. શિયાળાની ઋતુ જામી છે ત્યારે ગત શુક્રવારે વાતાવરણમાં પલટો આવવા સાથે પંથકમાં માવઠું થયું હતું. જે બાદથી વાતાવરણ તદ્દન બદલાઇ ગયું છે. છેલ્લાં ત્રણેક દિવસથી રાત્રીના સમયે પણ ગરમીનો અહેસાસ થવા સાથે દિવસના સમયે પણ લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે. ત્યારે ભરશિયાળામાં ઉનાળા જેવો માહોલ સર્જાતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે.દરમિયાનમાં મંગળવારે વહેલી સવારથી જ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ધુમ્મસે પોતાનું સામ્રાજ્ય જમાવતાં શહેરભરમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં વચ્ચે શહેરીજનોને હિલ સ્ટેશન જેવો એહસાસ અનુભવ થઈ રહ્યો છે. ભરૂચ અને નર્મદા બન્ને જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટીને કારણે રોડ પર સામેથી આવતા વાહનો ન દેખાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.કમોસમી વરસાદના કારણે જિલ્લાભરના ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતામાં મૂકાયા છે, ત્યારે વધુ પડતા ધુમ્મસથી કારણે કપાસ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. જોકે, એસઓયુ – ડેમ પર આવેલાં મુલાકાતીને માટે વહેલી સવારે અલ્હાદક નજારો જોવા મળ્યો હતો.
વહેલી સવારથી ધુમ્મસ છતાં દિવસભર બફારો..
Views: 89
Read Time:1 Minute, 40 Second