ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં એક બંધ પડેલ આકાશ ટાઇલ્સ નામની કંપનીમાંથી કેટલાક ઇસમો લોખંડની એંગલોની ચોરી કરે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા એક ઇસમ સ્થળ ઉપર પકડાઈ ગયો હતો, અને કેટલાક ઇસમો ભાગી છુટ્યા હતા. પકડાયેલ ઇસમ પાસે પોલીસે આ સ્થળેથી લોખંડ લઇ જવા માટેના જરૂરી કાગળો માંગતા આ ઇસમ કોઇ વ્યવસ્થિત જવાબ આપી શકેલ નહી. પોલીસે ઘટના સ્થળેથી લોખંડની એંગલો તેમજ જાળીઓ મળી કુલ રૂ.19125નો મુદ્દામાલ કબજે લીધો હતો.પોલીસ તપાસ દરમિયાન આ પકડાયેલ ઇસમનું નામ વિજય મુન્ના વસાવા રહે.ગામ લિંભેટ તા. ઝઘડીયાના હોવાની જાણ થઇ હતી. તેમજ આ પકડાયેલ ઇસમને ભાગી ગયેલ ઇસમોના નામ પુછતા તેમના નામ અક્ષય વસાવા તેમજ કનૈયા વસાવા અને સતિષ વસાવાના હોવાની જાણ થઇ હતી.ઉપરાંત આ કામમાં બીજા અન્ય દસેક જેટલા ઇસમો પણ સામેલ હોવાનું જણાયુ હતું. આ મુદ્દામાલ નફીશ ભંગારવાળાને આપવાનો હોવાની જાણ થઇ હતી. ઝઘડિયા પોલીસે આ મુદ્દામાલ કબજે લઇને એક પકડાયેલ ઇસમ તેમજ નહિ પકડાયેલ અન્ય ચાર ઓળખાયેલ ઇસમો ઉપરાંત દસેક જેટલા વણઓળખાયેલ ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ઝઘડિયાની બંધ કંપનીમાંથી ચોરી કરતી ટોળકીનો સાગરીત ઝડપાયો
Views: 65
Read Time:1 Minute, 40 Second