રાજપીપળા
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા કોર્ટ સંકુલની બરોબર બાજુમા એક બોગસ ડિગ્રી ધારક ડોકટર ભાવેશ ઉર્ફે ભાવિકભાઈ કુકડીયા રાજપીપળા પબ્લિક હોસ્પિટલના નામે ચાલતી હોસ્પિટલમાં પોતે ડોકટર છે એવો સ્વાંગ રચી દર્દીઓની સારવાર શરૂ કરે છે અને આ ધુપ્પલ એક વર્ષ કરતા પણ વધુ સમય ચાલ્યું, ત્યાં કોરોના વાયરસની મહામારીનો ભારત સહિત ગુજરાતમા પ્રવેશ થયો એ વખતે પણ આ બોગસ ડિગ્રી ધારક ડોકટરે કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરીને સારવારના નામે દર્દીઓ પાસેથી લાખો રૂપિયા પડાવવા માંડ્યા, અને એ પણ કોરોનાના દર્દીઓની સારવારની જરૂરી સરકારી મંજૂરી વગર??!! છતાં પણ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ આ બાબતે પોતે અજાણ હોવાનું રટણ કરે છે. આ બાબતે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારી ડો. કે.પી પટેલને જ્યારે આ બાબત પૂછતાં તેમણે કહ્યું કે અમોએ નર્મદા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીની રુએ બોગસ ડિગ્રી ધારક ડો.ભાવેશ કુકડીયા સામે પોલીસ ફરિયાદ ગત તારીખ 22/02/2021 ના રાજપીપળા પો.સ્ટે મા માનવ જીવન અને શારીરિક સલામતી જોખમ મા મુકવા બદલ નોંધાવી હોવાનું છે.વળતા સવાલમા જ્યારે પૂછવામાં આવ્યું કે વડોદરા ખાતે એક મહિના અગાઉ આ ડોકટર સામે પોલીસ એફ.આઈ.આર થઈ ત્યારબાદ તપાસનો રેલો રાજપીપળા સુધી આવતા ગુજરાત મેડિકલ કાઉન્સિલનું નકલી રજીસ્ટ્રેશન હોવાનું ઘટસ્ફોટ થયો, ત્યાં સુધી નર્મદા જિલ્લા નું આરોગ્ય વિભાગ કેમ અજાણ રહ્યું? તેમજ અગાઉ આજ ડોકટર કોરોના દર્દીઓની સારવાર કરતા હોવાના અખબારી અહેવાલોને સંજ્ઞાનમાં કેમ ના લીધા? તેવા સવાલો થી C.D.H.O અકળાઈ ઉઠ્યાં હતાં અને પત્રકારને વધુ ઊંડે નહીં ઉતરવાની સલાહ આપતા જોવા મળ્યા હતા.
આમ રાજપીપળા કોર્ટ કમ્પાઉન્ડની બિલકુલ બાજુમા ગુજરાત મેડિકલ કાઉન્સિલના બોગસ રજીસ્ટ્રેશનને આધારે એક બોગસ ડોકટર પ્રેક્ટિસ કરવા મંડી પડે, અને એ પણ લાંબા સમય સુધી અને દર્દીઓના માથે જોખમ મંડરાતું હોય તેમ છતાં તંત્ર અજાણ રહે!! અને જ્યારે પત્રકારો દ્વારા આ બાબતે સવાલ કરાય ત્યારે પોતાની નિષ્ફળતા કે ઇરાદાપૂર્વક અથવા અંગત ફાયદા માટે જો આંખ આડા કાન કર્યાની બાબત જાહેર થઈ જતા યોગ્ય જવાબ આપવાને બદલે વધુ ઊંડે નહીં ઉતરવાની અને જતા રહેવાની ગર્ભિત ધમકી આપનાર આ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીને મન પ્રજાના સ્વાસ્થ્ય અને આરોગ્યનું મૂલ્ય કેટલું એ આ બોગસ લાયસન્સ ધારી ડોકટરના ફૂટેલા ભાંડાથી નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ સવાલોના ઘેરામા આવી ગયું છે.ત્યારે હવે જિલ્લા આરોગ્ય અધિકારીએ પત્રકારો સમક્ષ આપેલા આવા જવાબો પર પણ અનેક સવાલો ઉઠ્યા છે.