અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં બેલ કંપની દ્વારા સીએસઆર ફંડ માંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ, સ્કૂલમાં ડિજિટલ ક્લાસરૂમ તેમજ આંગણવાડી કેન્દ્રની ભેટ આપવામાં આવી જેનું ભરૂચના ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ બેલ કંપની એ નજીકમાં આવેલ જીતાલી ગામને દત્તક લઇ વિવિધ વિકાસના કામો કર્યા છે ત્યારે જીતાલી ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલસ તેમજ સ્કૂલમાં ડિજિટલ કલાસરૂમ અને આંગણવાડી કેન્દ્ર માટે સીએસઆર માંથી 18 લાખ જેટલી માતબર રકમ ફાળવી હતી.જેમાં એક એમ્બ્યુલન્સ, ડિજિટલ ક્લાસરૂમ અને આંગણવાડી કેન્દ્ર બેલ કંપની દ્વારા બનાવી આપવામાં આવ્યા હતા જેનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભરૂચના દુષ્યંતભાઇ પટેલ, ભરૂચ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એસ. દુલેરા, બેઇલ કંપની ના સીઈઓ ભુપેન્દ્ર દલવાડી અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.અને દુષ્યંતભાઇ પટેલ ના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી હતી બાદ ડિજિટલ કલાસરૂમ અને આંગણવાડી કેન્દ્રનું દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ સમિતિના ચેરમેન આરતીબેન કપૂર પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુશાંત કઠોરવાલા અને મીરાબેન પંજવાણી તેમજ ગામના સરપંચ મહંમદ પાંડોર તથા બેઇલ કંપનીના નરેન્દ્ર ભટ્ટ સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
જીતાલી PHC સેન્ટર ખાતે ડિજિટલ ક્લાસ, એમ્બ્યુલન્સ અને આંગણવાડીનું લોકાર્પણ
Views: 72
Read Time:2 Minute, 26 Second