અંક્લેશ્વરના એક યુવાનનો ભરૂચના એક શખસ સાથે સંપર્ક થયો હતો. દરમિયાનમાં શખ્સે યુવાનની કાર દહેજની રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં મુકવાના બહાને તેની કાર લીધાં બાદ બારોબાર ગરિવે મુકી દીધી હતી. જે અંગે યુવાનને જાણ થતાં તપાસ કરતાં શખ્સ ફરાર હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત તેની સાથે અન્ય 18 વ્યક્તિઓ સાથે પણ શખસે ઠગાઇ કરી હોવાનો ઘટસ્ફોટ થતાં યુવાને એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.અંક્લેશ્વરના 500 ક્વાટર્સ ખાતે રહેતાં જયપ્રતાપ તોમાર અંક્લેશ્વર યુનિટમાં જીઆરડી તરીકે નોકરી કરે છે. તેમની પાસે તેમની માલિકીની ઇકો કાર હોઇ તેને કંપનીમાં કોન્ટ્રાક્ટમાં મુકવાની હતી. તેના મિત્ર રાજા થકી ભરૂચની નવી વસાહત ખાતે રહેતાં વિરેન્દ્રસિંહ રાહૂલજી નામના શખ્સ સાથે તેમની મુલાકાત થઇ હતી. વિરેન્દ્રસિંહે દહેજની રિલાયન્સ કંપનીમાં તેની ઇકો કોન્ટ્રાક્ટમાં મુકાવી આપવાનું જણાવી તેના બદલામાં દર મહિને 20 હજાર ચુકવાનું જણાવ્યું હતું.જે બાદ ત્રણેક મહિના બાદ તેને ભાડાના રૂપિયા નહીં મળતાં જયપ્રતાપે તપાસ કરતાં તેની કાર કાવીના શખસને ત્યાં 1.30 લાખમાં ગિરવે મુકી દીધી હોવાનું જણાયું હતું. જેથી નવીવસાહતના તેના ઘરે જઇ પુછપરછ કરતાં વિરેન્દ્રસિંહના પરિવારજનોના તેની સાથે કોઇ સંબંધ ન હોઇ તે ક્યાં રહે છે તે અંગે તેમને કોઇ જાણ ન હતી. ઉપરાંત અન્ય 18 લોકો સાથે પણ તેણે આ જ પ્રકારની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
Next Post
ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રા પાલેજ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત...
Mon Aug 16 , 2021
કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલ અને ટેક્સટાઈલ મંત્રી દર્શનાબેન જરદોશનું સ્વાગત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ દુષ્યંતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ મારીતિસિંહ અટોદરિયા દ્વારા પાલેજ નેશનલ હાઇવે 48 ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલેજ ઓવર બ્રિજ નીચે દર્શનાબેન જરદોશની એક સભાનું […]
You May Like
-
3 years ago
ગેરકાયદે અગરો બંધ કરવા વમલેશ્વરના રહીશોની માંગ