નર્મદા જિલ્લામાં હાલ.42.ડીગ્રી તાપમાનમાં લોકો પરેશાન છે. કાળઝાળ ગરમીમાં તમામ જીવ શેકાઈ રહ્યા.છે.ત્યારે કેવડિયા ના જંગલ સફારીમાં પ્રાણી.પક્ષીઓ માટે.ખાસ વ્યવસ્થા કરવા માં આવી રહી છે. જેમાં વિદેશી પ્રાણીઓને વધુ ઠંડક ની જરૂર હોય એસી કુલર અને પંખા ચલાવી 20 ડીગ્રી તાપમાન રાખવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનાગરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્કમાં રહેતા વન્યજીવોને ગરમીથી રક્ષણ મળે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં ગેંડો, વાઘ ,સિંહ માટે ગરમીથી રાહત મળે તે માટે પાણી ના કુંડ બનાવવામાં આવ્યા છે.
પક્ષીઓ માટે પણ અનેક વ્યવસ્થા કરવામાં આવી છે કે જેની અંદર પક્ષીઓ ની અંદર પાણીનો છટકાવ થતો રહે એ માટે સ્પ્રિંકલર મુકવામાં આવ્યા છે. જેનાથી ઓટોમેટીક પાણી નો છંટકાવ કરવામાં આવે છે. લીલી નેટ બાંધવામાં આવી છે. જેનાથી વાતાવરણમાં પક્ષીઓ ગરમીથી રાહત મેળવી શકે. ભારતીય પશુ પક્ષીઓ માત્ર છાંયડો અને પાણી મળે એટલે ખુશ થઈ જાય જ્યારે વિદેશી પ્રાણીઓને ઠંડક જરૂરી હોય છે. વિદેશી પ્રાણીઓ ને સાચવવા માટે 42 ડીગ્રી તાપમાનમાં 20 ડીગ્રી તાપમાન જાળવવા એસી કુલર, અને પંખા પણ મુકવામાં આવ્યા છે.
જેનાથી આફ્રિકા, ઓસ્ટ્રેલિયા,જર્મની, ફ્રાન્સ સહિત દેશોમાંથી પશ્ચિમી બોલિવિયા, અલ્ટીપ્લેનો માં અલ્પાકા અને લામા જોવા મળે છે. તેને ઠંડક મળે તે માટે ખાસ એરકંડિશનર મુકવામાં આવ્યા છે, ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા નાના કાંગારું પણ અહીંયા છે જેને વોલબી કહેવાય છે. જેને જંગલ સફારી મેનેજમેન્ટ દ્વારા ખૂબ કાળજી પૂર્વક રાખમાં આવી રહ્યા છે. જેમનો ખોરાક અને વેકસીન સ્ટોર રાખવામાં આવી છે.