
નેત્રંગના બિલાઠા-વરખડી- રૂપધાટની સસ્તા અનાજની દુકાનના સંચાલક વિરુદ્ધ બિલાઠાના નવા સરપંચ તેમજ બીજેપી અગ્રણીઓએ આપેલા આવેદનપત્રને લઇ રાજકીય અદાવત રાખી આક્ષેપો થયા હોવાની ભારતીય ટાયબલ પાર્ટીએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું.BTP નેત્રંગ તાલુકાના પ્રમુખ વનરાજ વસાવા તાલુકા પંચાયત શણકોઇ બેઠકના સભ્ય દિલીપ વસાવા સહિત અન્ય અગ્રણીઓએ બિલાઠા-વરખડી- રૂપધાટની સસ્તા અનાજની દુકાનના સંચાલક ઈશ્વર કાલીદાસ વસાવાની તરફેણમાં આવેદનપત્ર પાઠવ્યું હતુ.બીજી તરફ વિરુદ્ધ બિલાઠાના સરપંચ ગૌતમ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વંદન વસાવા સહિત BJP અગ્રણીઓ દ્રારા મામલતદારને આપેલા આવેદન મુજબ સંચાલક છેલ્લા 15 વર્ષથી કોઇપણ ફરીયાદ વગર દુકાનનુ સંચાલન કરે છે. ચુંટણીની અદાવત રાખી નવા સરપંચે આવેદનપત્ર પાઠવી ખોટી રજૂઆત કરી છે. જ્યાં જાન્યુઆરી 2022નો અનાજનો જથ્થો વાલીયા ગોડાઉન ખાતેથી 27 જાન્યુઆરીના રોજ મળ્યો હતો.જેથી તેનુ વિતરણ 28 થી 31 તારીખે વિતરણ કર્યુ હતું. અને વિનામૂલ્યે ચોખાનો જથ્થો 800 કિલોગ્રામ ઓછો મળ્યો હતો. જેના કારણે 40 જેટલા ગરીબ આદિવાસીઓના રેશનકાર્ડની ઓનલાઇન આપેલી કુપનોમા ચોખાનો જથ્થો નીકળ્યો નથી. આવેદનપત્ર રાજકીય અદાવત રાખી પાઠવેલ છે. આ બાબતે પુરવઠાના નાયબ મામલતદારે જણાવ્યુ હતુ કે એજન્સી બદલાતા છેલ્લા કેટલાક માસથી સરકારી ગોડાઉન પરથી અનાજનો જથ્થો મહિનાની છેલ્લી તારીખ મળતો હતો.