ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મહોત્સવનો ખાસ કાર્યક્રમ યોજાયો : પોલીસે અટકાયત કરી.
આજરોજ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે પક્ષધારી સત્તાને સમર્પિત કરવામાં આવ્યો હતો. ખાડા મહોત્સવ યોજવાનો મુખ્ય ઉદ્દેશ જે ૮૦% ખાડાઓ પૂરાઈ ગયા છે તે અંગે નગરપાલિકાની પોલ ખોલવાનો હતો. કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીના જણાવ્યા અનુસાર ભરૂચના ૮૦% માર્ગોનું પેચવર્ક કરાઈ ચૂકયું છે પણ હકીકતમાં તો જે માર્ગો પર નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પસાર થવાના હતા તે માર્ગો પર રાતોરાત પેચવર્ક કરી અને ડિવાઈડરોનું રંગરોગાણ કરવામાં આવ્યું હતું.જેથી ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડાઓની વ્યથા મીડિયા થકી લોકો સમક્ષ રજુ કરવામાં આવી હતી. નાની ગલીઓમાં કે મુખ્ય માર્ગો પર રસ્તાઓ પર મસમોટા ખાડાઓ અને કપચી બહા આવી ચુકી છે અને ધૂળની ડમરીઓથી આમ જનતા હેરાન પરેશાન થઇ ચુકી છે તેમ છતાં પણ તંત્ર ધોર નિંદ્રામાં છે. દર વર્ષે ચોમાસું શરૂ થતાની સાથે જ રસ્તાઓ ધોવાઇ જાય છે અને અમુક હદ સુધી તેમાં પાણી ભરાઈ રહેતા રસ્તાઓ તૂટી જાય છે ત્યારે ભરવામાં આવતા ટેક્સની સામે આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે છે..?ભરૂચની જનતાના હિતમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વહેલીતકે લોકોની માર્ગ અંગેની માંગો પૂરી થાય તે માટે ખાડા ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિક્કી શોખી તેમજ મહિલા આગેવાન જ્યોતિબેન તડવી, હેમેન્દ્ર કોઠીવાલા, નગરપાલિકા વિપક્ષ સમસાદઅલી સૈયદ સહીત કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી હતી.