અંકલેશ્વર પંથકમાં વાતાવરણ માં પલટો આવતા પુનઃ.ખેડૂતો માટે આફત ઉભી થઇ છે અચાનક પવન ફૂંકાતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે. વાવાઝોડા માં કેરીઓ ખરી પડતા આખી આંબાવાડી માં કેરીઓ વેરણ છેરણ થઈ જતાં ખેડૂતો ને વ્યાપક નુકસાન ની સાથે નજીવા ભાવે કેરો વેચવા મજબુર બન્યા છે.અંકલેશ્વર તાલુકામાં અસંખ્ય આંબાવાડીઓ આવેલી છે ચાલુ વર્ષે આંબા ઉપર કેરી નો પાક મબલક આવતા ખેડૂતો સારો નફો મળે તેવી આશા સેવી હતી .પરંતુ વૈશાખી વાયરા એ ખેડૂતો ની આશા ઉપર પાણી ફેરવી દીધું છે ,છેલ્લા ત્રણ દિવસ થી પવન નું જોર વધતાં તાપમાન માં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાવા સાથે વૈશાખી વાયરાનું જોર વધ્યું છે.સરેરાશ 22થી 28 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોએ ગરમીથી લોકોને રાહત આપી છે . જો કે સુસવાટા મારતા પવન ના કારણે આંબાવાડી માં કેરી ના પાક ને ભારે નુકશાન થવા પામ્યું છે , પવન ના કારણે આંબા ઉપરથી કેરીઓ ખરી ને જમીન ઉપર પડતા ફાટી જવાના કારણે ખેડૂતો ને વ્યાપક નુકશાન થવા પામ્યું છે ,અને માર્કેટ માં પણ વેચી ન શકાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે કરી નો મબલખ પાક જોઈ ને ખેડૂતો એ પોષણક્ષમ ભાવ ની અપેક્ષા હતી પરંતુ પવન ના કારણે કાચી કેરી પડી જતા હવે ખેડૂતો આ કેરી ઓ નજીવા ભાવે વેચાવ મજબુર બન્યા છે.અંકલેશ્વર ના વેપારી મોહમ્મદ હલીલે અંકલેશ્વર ના દિવા રોડ ઉપર આંબાવાડી રાખી છે અને તેઓ ને કેરી નો પાક જોતા સારી ઉપજ મળે તેવી આશા સેવી હતી પરંતુ ત્રણ દિવસ થી ફુકાય રહેલા પવન ના કારણે કેરી ઓ ખરી પડતા માથે હાથ દેવાનો વારો આવ્યો છે ,તેઓ આંબા ઉપર થી ખરી પડેલ કેરીઓ ને વણાવી ને ભેગી કરી નજીવા ભાવે કેરી વેચવા મજબુર બન્યા છે ,પવન ના કારણે તેઓ ને ભારે નુકશાન થવા પામ્યું છે તેમ વાડી રાખનાર વેપારી મોહમ્મદ હલીલ એ જણાવ્યું હતું.
અંકલેશ્વર તાલુકામાં ભારે પવનોથી આંબાવાડીમાં કેરીને વ્યાપક નુકસાન
Views: 86
Read Time:2 Minute, 37 Second