0
0
Read Time:1 Minute, 0 Second
ભરૂચ જિલ્લામાં માઁ કાર્ડની સિસ્ટમમાં લોગીન ન થતા લોકોને હાલાકી.
સમગ્ર ગુજરાતમાં આજરોજ માઁ કાર્ડમાં સિસ્ટમમાં લોગીન ન થતા લોકો પૈસા માટે અટવાયા હતા. કોરોના સિવાય અન્ય ઘણા રોગો અને ઘટનાઓ થતી હોય છે જેના ભાગરૂપે સરકાર દ્વારા માઁ કાર્ડ માન્ય કરવામાં આવ્યું છે જેથી દેશના દરેક નાગરિકને યોગ્ય સાવરવાર અર્થે સરકાર દ્વારા રાહત મળી રહે.
આજે સવારથી જ માઁ કાર્ડના સોફ્ટવેરમાં લોગીન ન થતા લોકોને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. તેનું તારણ કાઢતા માઁ અમૃતમ કાર્ડને રીન્યુની બાબત સામે આવી હતી જેથી આજરોજ સારવાર અર્થે ખસેડાયેલા લોકોને મુશ્કેલી ઉભી થઈ હતી.