૦૦૦૦૦૦૦૦
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ, ભરૂચ ખાતે વિધાર્થીઓને મતદાન જાગૃતિ બાબતે સમજણ અપાઇ ૦૦૦૦૦૦૦૦
શિક્ષણ નિરીક્ષક ડો. દિવ્યેશ પરમારે વધુ મતદાન થાય તે અંગે માર્ગદર્શન આપી પોતાના પરિવાર પણ મતદાનમાં ભાગ લે તેવો સંકલ્પ લેવડાવ્યો૦૦૦૦૦૦૦૦
શાળાના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા VOTE For Bharat, VOTE For Bharuch, VOTE For Sure ના મેગા સ્લોગન તૈયાર કરાયા ૦૦૦૦૦૦૦૦
ભરૂચઃ શુક્રવારઃ- લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ દરમ્યાન કોઈ મતદાર મતદાન વિના રહી ન જાય તેમજ યુવા મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ, ભરૂચમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા VOTE For Bharat, VOTE For Bharuch, VOTE For Sure ના મેગા સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતાં. શાળાના કેમ્પસ ડાયરેક્ટર સુષ્મા ભટ્ટ, સીબીએસઈ સેક્શનના પ્રિન્સિપલ રેખા શેલકે, વાઈસ પ્રિન્સિપલ નેન્સી ચોક્સી ગુજરાતી માધ્યમના આચાર્ય મેઘનાબેન ટંડેલ અંગ્રેજી માધ્યમના આચાર્ય સીમી વાધવા દ્વારા આ સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતા.જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ડો. દિવ્યેશ પરમારે વધુ મતદાન થાય તે અંગે માર્ગદર્શન આપી પોતાના પરિવાર પણ મતદાનમાં ભાગ લે તેવો સંકલ્પ લેવડાવ્યો હતો. એઇઆઇ જીગ્નેશભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી વધુ મતદાન થાય તે હેતુસર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.૦૦૦૦૦૦૦૦૦૦