ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં સારવાર લઇ રહેતાં માંડવાના એક યુવાન માટે તેના બે મિત્રો દેશીદારૂની પોટલીઓ લઇ આવ્યાં હોવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. સારવાર લેતાં દર્દીએ દુ:ખાવો સહન થતો ન હોવાની કેફિયત તેના મિત્રો સમક્ષ વ્યક્ત કરતાં તેઓ બેગમાં દેશીદારૂનો જથ્થો લઇને આપવા પહોંચી જતાં સિક્યુરિટી ગાર્ડના હાથે ઝડપાઈ ગયા હતા.જ્યારે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3ની ભાજપના કોર્પોરેટરનો પતિ વિદેશીદારૂનો વેપલો કરતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે લિંકરોડ પર દરોડો પાડતા એક ઈંડાની લારી પાસે કોર્પોરેટરના પતિનો દારૂનો ધંધો ચલાવતો એક શખ્સ ઝડપાયો હતો. રાજ્યમાં ભાજપની સરકાર હોય અને દારૂબંધીની કડક અમલવારી છતાં ભાજપના જ કાર્યકરો દારૂના વેપલા સાથે સંકળાયેલા હોવાના અનેક કિસ્સાઓ છાસવારે સામે આવી રહ્યા છે.સિવિલ હોસ્પિટલમાં દર્દી માટે દારૂ લાવનાર માંડવાના બન્ને આરોપીઓને સંચાલકોએ એ ડિવિઝન પોલીસને સોંપ્યાં હતાં. જોકે, પોલીસે બન્ને આરોપીઓ વિરૂદ્ધ અલગ અલગ ફરિયાદ નોંધી હતી કે, નાઇટ પેટ્રોલિંગ વેળાં સિવિલ હોસ્પિટલના ગેટ પાસે આવતાં બંનેની શંકાના આધારે તપાસ કરતાં તેમની પાસેથી કુલ 20 પોટલી દેશી દારૂ મળી આવ્યો હતો.હું હોસ્પિટલની મેઇન બિલ્ડિંગના દરવાજા પર નાઇટ શિફ્ટમાં હતો. તે વેળાં નિયમ મુજબ દર્દીને મળવા આવતાં લોકોનું ચેકીંગ કરવા સાથેની પોતાની ફરજ નિભાવતો હતો. અરસામાં બે જણા એક બેગ લઇને તેમના પરીચિત દર્દીને મળવા જઇ રહ્યાં હોઇ તેમને રોકી તેમની સામાન્ય પુછપરછ કરી રહ્યો હતો. તે સમયે તેઓએ દારૂનો નશો કર્યો હોવાનું જણાયું હતું.જેના પગલે તેમની અને તેમની પાસેની બેગની તલાશી લેતાં બેગમાંથી દેશીદારૂની 20થી 25 જેટલી પોટલી મળી આવતાં સંબંધિત અધિકારીને જાણ કરી હતી. જે બાદ અધિકારીઓએ તેમને બન્નેની પૂછપરછ કરી તેમને પોલીસને હવાલે કર્યો હતો.
ભરૂચમાં ઇંડાંની લારી પાસેથી અને સિવિલમાં 22 પોટલી દારૂ લઈ ઘૂસેલા 2 ઝડપાયા; ભાજપના કોર્પોરેટરનો પતિ જ દારૂનો વેપલો કરતો
Views: 79
Read Time:2 Minute, 43 Second