અંકલેશ્વર પ્રકૃતિ સુરક્ષા મંડળ એ ઝઘડિયા જીઆઇડીસીની ઔદ્યોગિક ગંદા પાણી નિભાવન કરતી એનસીટી પાઇપલાઇન માંથી આમલાખાડી માં નિકાલ થતું હોવાનું રંગેહાથ ઝડપી પાડી જીપીસીબી માં ફરિયાદ કરી હતી. ઘટના અંગે એનસીટી દ્વારા દ્વારા સલજ અને એર વાલ્વ ને લઇ પાર્ટ ઓફ પ્રોસેસ કામગીરી નું ખોટું અર્થઘટન કરાયું હોવાનો દાવો કર્યો હતો. જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી એનસીટી નોટિસ ફટકારી હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા નિયમિત રીતે છોડવામાં આવ્યું હોવાનો એનસીટી પર સીધો આક્ષેપ હતો.ઝઘડિયા જીઆઇડીસીની ઔદ્યોગિક ગંદા પાણી ને દરિયા સુધી લઈ જતી એનસીટી ની પાઈપ લાઈનમાંથી રાત્રી ના સમયે વાલ્વ ખોલી અન્ય પાઈપ દ્વારા આમલાખાડી માં ગંદા પાણીનો નિકાલ થતો હોવાની ઘટના સ્થાનિક સામાજિક સંસ્થા ને ધ્યાને આવતા વહેલી સવારે વોચ ગોઠવી હતી. એનસીટી પાઈપ લાઈન અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામ પાસેથી પસાર થતી આમલાખાડી ની સાથે જ પસાર થાય છે.આ લાઈન માં અન્ય એક વાલ્વ લગાવવા આવ્યો છે અને તેના દ્વારા દરિયા માં જતા ઔદ્યોગિક ગંદા પાણીની લાઈન આમલાખાડી માં ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાનું ઝડપી પાડ્યું હતું. અને જીપીસીબી ને જાણ કરતા જીપીસીબી ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં એનસીટી ના કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ પણ પૂછપરછ કરી હતી અને તેના જવાબ લીધા હતા. અને પ્રાથમિક એનસીટી ને સ્થળ નોટિસ આપી હતી.