ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસે નેશનલ હાઇવે પરની લૂંટ અને ધાડના ગુનાનાં બે આરોપીઓને ઝડપી પાડયાં.
https://youtu.be/Pme0owUolOk
તા.4-06-21 ના રોજ સી ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે 48 પર એક વ્યક્તિને ઇકો ગાડીમાં પેસેન્જર તરીકે બેસાડીને તેને ચપ્પુ બતાવીને તેની પાસેથી 4000 રૂપિયા અને 1 મોબાઈલ ફોન લઈને લૂંટ ચાલવામાં આવી હતી. જે બાબતે સી ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ સી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા નેચનલ હાઇવે 48 પર ઝાડેશ્વર ચોકડી ખાતે લગાડેલ રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા તથા ટોલ પ્લાઝાના સીસીટીવી કેમેરામાં તપાસ કરતા શંકાસ્પદ ઇકો ગાડી નંબર GJ19BA7348 હોય જેની વધુ તપાસ હાથ ધરતા વાહન માલિક સહિત અન્ય પાંચ ઈસમોએ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યું હતું. જેમાં આજરોજ ઇકો ગાડીમાં આરોપીઓ નીકળ્યા હતા અને ઝાડેશ્વર ચોકડી પાસે વાહન ચેકીંગ દરમ્યાન બે ઈસમોને રોકીને ઇકો ગાડી જેની કિંમત લગભગ 2,00,000/- સહિત એક એનડ્રોઈડ મોબાઈલ ફોન જેમી કિંમત 15000/- અને રોકડા રૂ. 4000/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલ આરોપી (1) સુફિયાન ઐયુબભાઈ વરાછીયા રહે, કોસંબા, સુરત (2) અવધેષ સૂર્યમણી દુબે રહે, કોસંબા, સુરત જેમની ધરપકડ કરવામાં આવી છે અને પકડવામાં બાકી આરોપીઓ (1)મહેશ સૂર્યમણી દુબે રહે, કોસંબા, સુરત (2) મનોજ ઉર્ફ કલ્લુ રાઠોડ રહે, કોસંબા (3) વસીમ ઉર્ફે અગ્ગુ ઇસ્માનગની મલેક રહે, કોસંબા અને (4) રાહુલ ઉરડે ટમેટો રહે, કોસંબાની હાલ શોધખોળ ચાલુ છે.