પાસા હેઠળ ધરપકડથી દુર તથા વલસાડ જીલ્લાના પારડી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ..

પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીક્રુષ્ણ પટેલ સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને તેમજ પોલીસ અધિક્ષકશ્રી તરફથી જીલ્લમાં રાખવમાં આવેલ નાસતા-ફરતા આરોપી પકડવા અંગેની ડ્રાઇવ અન્વયે તથા જીલ્લાના તથા જીલ્લા બહારના પો.સ્ટે.માં પકડવા પર બાકી રહેલ આરોપી શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો વાલીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી હકિકત આધારે જીલ્લા મેજી.શ્રી ભરૂચના હુકમ નંબર પીઓએલ/પાસા/ડીઈટી/કેસ નં. ૩૬/૨૦૨૦ તા.૧૨/૧૧/૨૦૨૦ના અન્વયે પાસા ધારા હેઠળ છેલ્લા એક મહિનાથી પાસા ધરપકડ થી નાસતા-ફરતા તેમજ વલસાડ જીલ્લાના પારડી પો.સ્ટે. પાર્ટ –C FIR No. 11200038202140/2020 પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ઇ, ૧૧૬ (૨), ૮૧, ૮૩ (૨)મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી સતનામ ઉર્ફે ધમો નારસિંગભાઇ રામોલભાઇ વસાવા રહે. હનુમાન ફળીયું, વાલીયા તા.વાલીયા જી.ભરૂચનાને આજરોજ તા.૧૪/૧૨/૨૦૨૦ નારોજ હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVOD-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા વાલીયા પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ :
(૧) વાલીયા પો.સ્ટે. ગુ.ર.નં. III ૭૪૨/૨૦૧૯ પ્રો.એ.ક. ૬૫ (એ) (ઈ), ૮૧
(૨) વાલીયા પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ સી ૧૧૧૯૯૦૫૦૨૦૦૧૩૩/૨૦૨૦ પ્રો.એ.ક. ૬૫ (એ) (ઈ), ૮૧
(૩) વાલીયા પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ સી ૧૧૧૯૯૦૫૦૨૦૦૪૪૫/૨૦૨૦ પ્રો.એ.ક. ૬૫ (એ) (ઈ), ૮૧,૮૩,૯૮(૨)

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. બી.ડી.વાઘેલા તથા અ.હે.કો.નિલેશભાઇ નારસિંગભાઇ તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો. ઇન્દ્રવદનભાઈ કનુભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પો.કો. અનિલભાઇ દિતાભાઇ તથા ડ્રા.પો.કો. રાકેશભાઇ રામજીભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ONGC ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ ફિટ કરી ક્રૂડ ઓઇલ ચોરીનો પર્દાફાશ જાણો વધુ.

Fri Dec 18 , 2020
ભરૂચ એસ.ઓ.જી પોલીસે વાગરા તાલુકાનાં મુલેરથી ચાંચવેલ જવાના રોડની બાજુમાં સરકારી પડતર જમીનમાંથી પસાર થતી ઓ.એન.જી.સી. ની ક્રૂડ ઓઇલની પાઈપલાઈન ઉપર ખાડો ખોદી પંચર કરી તેના પર વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગનાં એક સભ્યની ધરપકડ કરી છે તેમજ અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે. આ ગેંગ ભુગર્ભમાંથી […]

You May Like

Breaking News