નર્મદા કિનારે રેતી માફિયાઓએ ખેડૂતોનો રસ્તો બંધ કરતાં મામલો ગાંધીનગર પહોંચ્યો

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામથી લઈ નાના વાસણા સુધીના નર્મદા કિનારા ના પટમાંથી ખૂબ મોટા પાયે રેતીખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે પણ રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા ખેતરોના રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે ખેડૂતોની મંજૂરી મેળવ્યા વગર, ખેતીની જમીનને તથા પાકને નુકસાન થાય તે રીતે ઉભા ખેતરોમાં રસ્તાઓ બનાવી માફિયાગીરી કરી રહ્યા છે. આ બાબતે ગામના કેટલાક ખેડૂતો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી મહેસુલ મંત્રી, પંચાયત મંત્રીને તેમના આઠ મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર આપી રજૂઆત રૂબરૂ મળી કરી છે.લેખિત રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે ગેરકાયદેસર રેતી ખનન રોયલ્ટી વગર રાત દિવસ ૨૪ કલાક રીતે ખનન બંધ કરાવવા તથા લીઝના બ્લોક આવેલ નથી તેવી જગ્યાએ પણ રેતી ખનન થાય છે તે બંધ કરાવવા રજુઆત ‌કરી‌ છે. આઠ મુદ્દાઓની રજૂઆત કરી તેમણે મુખ્યમંત્રી ને કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.વધુમાં જણાવ્યું હતું કે અત્યારે રેતી ખનન રાત દિવસ ચાલુ છે ગ્રામજનોના તથા તેમના કુટુંબ માટે જોખમકારક હોય તેની તપાસ કરી પગલાં ભરવા વિનંતી કરી હતી. રેતી ભરેલા વાહનો 24 કલાક અવર-જવર કરતા હોય ખેડૂતોને ખેતરમાં જવા આવા મુશ્કેલ હોય તેથી માથાફરેલ વાહન ચાલકોને ગ્રામજનો કહે છે તમે વ્યવસ્થિત ગાડી ચલાવો તો ટ્રક ચાલકો કહે છે કે તમારી પણ ગાડી ચડાવી દઇશું એમ ધમકી આપે છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

આંગણવાડી કર્મચારી સંગઠને ઝઘડિયામાં બજેટની હોળી કરી

Sat Mar 5 , 2022
રાજ્ય સરકાર દ્વારા ગતરોજ રાજ્યનું બજેટ બહાર પાડવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલા બજેટની ચારે તરફથી વાહવાહી થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય આંગણવાડી સંગઠન દ્વારા તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને ગત રોજ બહાર પડાયેલા બજેટમાં આંગણવાડી કર્મચારી સંગઠન ની વિવિધ માંગણીઓ પડતર હોવા […]

You May Like

Breaking News