પત્રકાર એકતા પરિષદ ના અધિવેશન પહેલા ચાર પ્રમુખો બિનહરીફ, મહિલા વિંગ ના પ્રમુખ તરીકે સમીમ પટેલ બિનહરીફ

Views: 401
1 0

Read Time:8 Minute, 19 Second

પત્રકાર એકતા પરિષદ ના અધિવેશન પહેલા ચાર પ્રમુખો બિનહરીફ…

પ્રદેશ અધ્યક્ષ તરીકે ફરી લાભુભાઈ કાત્રોડીયા બિનહરીફ જાહેર…

મહિલા વિંગ ના પ્રમુખ તરીકે સમીમ પટેલ બિનહરીફ…

પ્રદેશ પ્રભારી તરીકે ગીરવાન સિંહ સરવૈયા બિનહરીફ….

આઈ. ટી. સેલ. ના પ્રદેશ અધ્યક્ષ તરીકે સમીર બાવાણી બિનહરીફ….

30 જિલ્લા ના મતદારો એ સર્વાનુમતે ચાર પ્રમુખો નક્કી કરી ને સંગઠન માં એકતા અને પરિવાર ભાવ દર્શાવ્યો. ત્રણસો જેટલાં ગુજરાત ભરમાંથી આવેલ હોદ્દેદારો વચ્ચે તાળીઓ ના નાદ અને જયકારા થી હોલ ગુંજી ઉઠ્યો..
ગુજરાત નું એક માત્ર પત્રકારો નું એવુ સંગઠન છે જેની 33 જિલ્લા કરીબારી, 252 તાલુકા કારીબારી,12 ઝોન ના 60 હોદ્દેદારો ને મહિલા વિંગ, લીગલ વિંગ, આઈ ટી. સેલ, અને પ્રભારી તેમજ 17 જિલ્લા ના ભોજન અને ગિફ્ટ સાથેના જિલ્લા અધિવેશન પૂર્ણ કરી ટૂંક સમયમાં બાકી રહેલા 16 જિલ્લા અધિવેશન પૂર્ણ કરશે..
પાલીતાણા ખાતે ગુજરાત ભર માંથી આવેલા 300 જેટલાં હોદ્દેદારો ને 24 મી ની રાત્રી રોકાણ ની એ. સી. રૂમ સાથેની સુવિધા, અંકી બાઈ ધર્મ શાળા ના હોલ માં રાત્રી મિટિંગ, ચૂંટણી, ને રાત્રી ભોજન.. સહીત જુદી જુદી ધર્મશાળા માં આવનાર મહેમાનો ના ઉતારા, મહેમાનો ના આગમન સમયે રજીસ્ટ્રેશન સમયે સ્થાનિક જિલ્લા પ્રમુખ મિલન કુવાડિયા અને તાલુકા પ્રમુખ બાબુભાઇ વાઘેલા સહીત ની ટીમ દ્વારા મહેમાનો નું ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું..
. ચાર હોદ્દેદારો ની ચૂંટણી પહેલા પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજીનામુ આપી પત્રકારો સાથે બેઠક લઇ, મતદારો અંગે માહિતી આપી, ઉમેદવારી કોણ કરી શકે તે બાબતે માહિતી આપી, ત્યારબાદ જે ચાર પ્રમુખ ની ચૂંટણી હતી તેના ચૂંટણી અધિકારી તરીકે ઉદય ભાઈ રાઠોડ, વરિષ્ઠ પત્રકાર ને જવાબદારી સોંપતા, તબક્કા વાર ઠરાવો વાંચી ઉમેદવારી માટે દરખાસ્ત માંગતા ચારેય પ્રમુખ બિન હરીફ જાહેર થયાં હતા..
25/6/23 ના રોજ સવારે નાસ્તા બાદ સૌ પત્રકારો, હોદ્દેદારો, મહારાષ્ટ ભવન બહાર એકઠા થઈ સંગઠન દ્વારા આમંત્રણ અપાયેલા જૈન મુનિ આચાર્યો નું ઢોલ સાથે સામૈયુ કરી મહારાષ્ટ્ર ભવન ના હોલ એટલે કે પ્રદેશ અધિવેશન સ્થળે પ્રવેશ કર્યો, ઉપસ્થિત મહેમાનો અને ખાસ આમંત્રિત પ્રાંત અધિકારી યુવરાજ સિદ્ધાર્થ સહિત જૈન પેઢીઓ ના ટ્રસ્ટીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવાનાં આવ્યું. ને કાર્યક્રમ નો પ્રારંભ આચાર્ય મુનિ મહારાજ શ્રીઓ ના પ્રવચન થી કર્યો.. મહેમાનો નું સ્વાગત અને સન્માન સાથે ત્રણ ત્રણ મુનિ મહારાજ ના પ્રવચન વર્તમાન સ્થિતિ માં પત્રકારો ની ફરજ, ધાર્મિક વડાઓ વચ્ચે વિજ્ઞાન નું મગત્વ, અને દેશની આવનારી સમસ્યાઓ સામે દેશની પ્રજાને એલર્ટ કરવાનું ગોબલ વોર્મિંગ ની સ્થિતિ સુધારવા નું મહાન કાર્ય પત્રકારત્વ જ કરી શકે, જૈનચાર્યો ના પ્રવચન માત્ર પત્રકાર, પત્રકારત્વ, ને પત્રકાર નું યોગદાન વિષયો સાથેનું હોવાથી ઉપસ્થિત સેંકડો પત્રકારો એ વારે વારે તાળીઓ ના નાદ સાથે રિસ્પોન્સ આપ્યો હતો..
કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનો પૈકી, જૈન ટ્રસ્ટીઓ, પ્રાંત અધિકારી સહીત જૈન યુવક મંડળ ને પોતાના વિચારો રજુ કરવા તક આપ્યા બાદ રાજ્યના 31 જિલ્લા માંથી ઉપસ્થિત ખાસ આમંત્રિત વારિસ્ઠ હોદ્દેદારો નું જિલ્લા વાઈજ સમૂહ સ્વાગત કરવામાં આવ્યું.. ને કાર્યક્રમ માં પધારેલ મહેમાનો ને પણ ટીમ પાલીતાણા દ્વારા બુકે, સ્મૃતિ ભેટ અને શાલ ઓઢાડી સન્માન કરાયું.. ઉપસ્થિત તમામ પત્રકારો ને આયોજક યજમાન ટીમ દ્વારા ગિફ્ટ આપવામાં આવી, સુરત ટીમ દ્વારા પણ એક એક ગિફ્ટ આપવામાં આવી હતી..
નવનિયુક્ત બિનહરીફ ચૂંટાયેલા પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી, મહિલા વિંગ પ્રમુખ, આઈ. ટી સેલ પ્રમુખ નું પણ ટીમ પાલીતાણા દ્વારા સન્માન કરાવામાં આવ્યું, દરેક જિલ્લા દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ સાબર કાંઠા ના વિશ્વના સૌથી નાની વયે તંત્રી બનેલ આઈ. ટી. સેલ ના ઓમ કુમાર મલેશિયા નું સન્માન, તથા તાપી જિલ્લા ના મહામંત્રી બિન્દેશ્વરી શાહ ડોક્ટર ની પદવી પ્રાપ્ત કર્યા બદલ તેનું સન્માન કરવામાં આવ્યું હતું..
કાર્યક્રમ ના અંતે યજમાન ટીમ ના તાલુકા પ્રમુખ દ્વારા આભાર વિધિ બાદ સ્વરૂચી ભોજન, “અન્ન ભેળા એના મન ભેળા” ના સંદેશ સાથે હસ્ટગીરી પર્વત પર પોતપોતાની ગાડીઓ તેમજ બસ દ્વારા પહોંચ્યા, વાદળીયુ વાતાવરણ, શેત્રુજી નદીના વહેણ, વરસાદ ની ઝલક ને શેત્રુજી નદીમાં વરસાદી પાણી ના ભળતા પ્રવાહો ના આહલાદક દ્રશ્યો જોઈ સૌનો થાક ઉતરી ગયો, ને કુદરત નો ખોળો ખૂંદવા ની મજા માણી પરત ફરતા તળેટી ની હસ્તગીરી સંસ્થાન દ્વારા તીર્થંધામ નું મહત્વ સમજાવી પ્રમુખ અને પ્રભારી નું શાલ ઓઢાડી શ્રીફળ આપી પેઢી ની પરંપરા મુજબ સન્માન કરી સૌને હળવો નાસ્તો કરાવ્યો હતો.ફરી ઉતારે આવી સૌ વિખુટા પડ્યા, જે લોકો ને રોકાણ કરવું હતું તેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી..
ખાસ પત્રકારો ની એકતા નું સંગઠન હોય અને ચાર ચાર પ્રમુખો બિન હરીફ 31 જિલ્લા ના હોદ્દેદારો કરે ત્યારે સાચા અર્થમાં એકતા નો સંદેશ આપ્યા નું પુરવાર થાય છે, હાલ જૂની કારોબારી યથાવત જાહેર કરી ને જૂનાગઢ ના આમંત્રણ મુજબ સાસણ ગીર ના સન્માન સમારોહ સમયે ચારેય કારોબારી સુધારા સાથે જાહેર થશે, અને નવા હોદ્દેદારો નું સન્માન થશે તેવી જાહેરાત સાથે પ્રદેશ અધ્યક્ષ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષ ગીરવાનસિંહ સરવૈયા, આર બી. રાઠોડ,, તાલુકા પ્રમુખ બાબુભાઇ વાઘેલા ની તાલુકાના પત્રકારો ની ટીમ તેમજ જિલ્લા પ્રમુખ મિલનભાઈ કુવાડીયા એ ખડે પગે કાર્યક્રમ ની ચિંતા કરી હતી.કોઈ પત્રકાર મહેમાનો ને કોઈ અગવડ ન પડે તેની ચિંતા કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમદાવાદના જામફર વાડી વિસ્તારમાં શ્રીશિવ વિદ્યાલય માં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ 2023 ની ઉજવણી

Sun Jul 2 , 2023
Spread the love             આજ રોજ અમદાવાદના જામફર વાડી વિસ્તારમાં શ્રીશિવ વિદ્યાલય માં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ 2023 ની ઉજવણી એપિક ફાઉન્ડેશ , લાયન્સ ક્લબ ઓફ વિઝડમ, ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટ, હાર્મની ફોર હ્યુમનીટી ફાઉન્ડેશન અને Equitas Trust દ્વારા શાળા ના બાળકો ને 181 મહિલા અભયમ , ગુડ ટચ અને બેડ ટચ ની માહિતી […]

You May Like

Breaking News

error: Content is protected !!