અંકલેશ્વર પ્રાંતકચેરી ખાતે મોહરમ પર્વને અનુલક્ષીને SDM અને DYSPની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં તાજિયા કમિટીના સભ્યો સાથે તાજીયા રૂટના કામોના મુદ્દે સૂચનો કરી વહેલી તકે નિવારણ લાવવા રજૂઆત કરાઈ હતી.અંકલેશ્વરની પ્રાંતકચેરી ખાતે SDM નીતિશા માથુર અને DYSP ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં મોહરમ પર્વ અનુલક્ષીને બેઠક યોજવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર શહેર તાલુકાના તાજીયા કમિટીના આગેવાનો તથા તાજીયા આયોજકો દ્વારા વિવિધ મુદ્દે રજુઆત તેમજ સૂચનો કર્યા હતા. શહેરમાં તાજીયાના રૂટ પર લટકતા વાયરો તથા રાત્રિના સમયે લાઇટિંગની વ્યવસ્થા માટે GEB વિભાગને જણાવવામાં આવ્યું છે.રસ્તાઓ પર પડેલા ખાડા અને તેની મરામત માટે નગરપાલિકાને સૂચના અપાઈ હતી. નર્મદા નદી કિનારે તાજીયાના વિસર્જન સમયે બોટ તેમજ લાઇટિંગની વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે. શહેરમાં તાજીયા નિમિત્તે કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવા અપીલ કરાઈ હતી.
તાજીયા કમિટીની બેઠક યોજાઈ:અંકલેશ્વર પ્રાંતકચેરી ખાતે મોહરમ પર્વને અનુલક્ષીને SDM અને DYSPની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Views: 101
Read Time:1 Minute, 25 Second