ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક શ્રી ડો. શમશેર સિંઘ સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓએ પ્રોહિબીશન/જુગારની અસામાજિક પ્રવૃતિ ચલાવતા ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસેધાને ભરૂચ વિભાગ ભરૂચનાં ઇન્યાજે મદદનીશ પોલીસ અધિક્ષકસા શ્રી એસ જી.મહેડું સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ કામગીરી દરમ્યાન તા, ૨૩/૦૬/૨૦૨૧ નાં રોજ નબીપુર પોલીસ સ્ટેશન નાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ. કે. જાડેજા નાઓને મળેલ બાતમી આધારે નીચે મુજબની પ્રોહિબીશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે,નબીપુર પોલીસ સ્ટેશન નો પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ. કે. જાડેજા નાઓને મળેલ ચોક્કસ આધારભૂત બાતમી આધારે નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થ નો માણસો ઇંગ્લીશ દારૂનું કટીંગ કરવા માટે બે બોલેરો પિક અપ ગાડીમાં ઈંગ્લીશ દારૂ ભરી ભરૂચ તરફથી આમોદ ત૨ફ જનાર છે. જે આધારે વોચ દરમ્યાન (૧) બોલેરો પિક અપ ગાડી નં. જી.જે.૦૬.એ.ઝેડ ૯૧૭૦ તથા (૨) બોલેરો પિક અપ ગાડી નં. જી.જે.૦પ બી ઝેડ ૭૪૭૮ માં ભરેલ દારુ ની પેટી નંગ- ૨૪૦ મા ભરેલ કુલ નાની મોટી બોટલ નંગ ૧૦,૮૬૦ ની કુલ કી.રૂ. ૧૧,૯૧,૫૦૦/- નો મુદામાલ મળી બંને બોલેરો ગાડીઓની કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/ મળી કુલ કી.રૂ ૧૫,૯૧,૬૦૦/- નો મુદામાલ પકડી પાડવામાં આવેલ છે.
વોન્ટેડ આરોપીઓ – નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થ રહે-ભરૂચ તથા બંને બોલેરો ગાડીઓના ડ્રાઈવર તથા માલિક
કામગીરી કરનાર અધિકારી –
પોલીસ સબ ઇન્સપેક્ટર એ.કે જાડેજા તથા એ.એસ.આઈ. ચીમનભાઈ શિવાભાઈ તથા હે.કો ફકીરમહમદ મુસ્તુફા મિયા તથા પો.કો. નટવરભાઈ મગનભાઈ તથા પો.કો.વિવેકભાઈ રતિલાલ નાઓએ કરેલ છે.