રાજ્ય સરકાર દ્વારા ગતરોજ રાજ્યનું બજેટ બહાર પાડવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલા બજેટની ચારે તરફથી વાહવાહી થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય આંગણવાડી સંગઠન દ્વારા તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને ગત રોજ બહાર પડાયેલા બજેટમાં આંગણવાડી કર્મચારી સંગઠન ની વિવિધ માંગણીઓ પડતર હોવા પછી પણ તેમની કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી તેવા આક્ષેપ આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે.આંગણવાડી કર્મચારી આંગણવાડી કર્મચારી સંગઠન ના ઉપપ્રમુખ રાગિણીબેન પરમારે જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોને બજેટમાં કશું જ આપવામાં આવ્યું નથી. આંગણવાડી બહેનોને જે માંગણી હતી તેમાંથી એક પણ સ્વીકાર કરવામાં આવી ન હતી જેના વિરોધમાં આજરોજ ઝઘડિયા ખાતે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા બજેટની હોળી કરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારને આંખ નથી કાન નથી અને સરકાર બહેરી થઈ ગઈ છે.અમે એ માટે આજરોજ રસ્તા પર આવ્યા છીએ કે જે પ્રમાણે અમે કામગીરી કરીએ છે અને જે પગાર મળે છે તેના કરતાં ચાર ગણું વધારે કામ લે છે, અત્યારે નવી નવી યોજનાઓ આવી છે જેમાં વાહવાહી સરકાર મેળવે છે અને કામ આગણવાડી બહેનો કરે છે જેના વિરોધમાં આજરોજ ઝઘડિયા ખાતે તેઓએ ગતરોજ જાહેર કરાયેલ બજેટની હોળી કરી હતી.
આંગણવાડી કર્મચારી સંગઠને ઝઘડિયામાં બજેટની હોળી કરી
Views: 74
Read Time:1 Minute, 55 Second