ભરૂચ આર.ટી.ઓ. કચેરી દ્વારા હાલમાં જ અંકલેશ્વરની 2 સ્કૂલના 8 વાહનો ડિટેઇન કરાયા હતા. આજે ગુરૂવારે ખરોડ અને કોસમડીની વધુ 2 સ્કૂલના ફિટનેસ, ઈન્સ્યુરન્સ અને ટેક્સ વગર દોડતા 12 વાહનો ડિટેઇન કરાયા છે.કોરોના કાળમાં બે વર્ષથી શાળાઓ બંધ હતી. દરમિયાન શાળા સંચાલકોએ તેઓના સ્કૂલ વર્ધિના વાહનોનો વીમો, રોડ ટેક્સ કે ફિટનેસ કરાવ્યા ન હતા. શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ જતા સ્કૂલ સંચાલકોએ સ્કૂલ બસ અને વાહનો પણ વિધાર્થીઓના લાવવા લઈ જવા માટે એમ જ શરૂ કરી દીધા હતા. હાલમાં જ ભરૂચ આર.ટી.ઓ. અધિકારી એમ. એસ.પંચાલની સૂચના હેઠળ ઇન્સ્પેકટર આર.ડી.પટેલ, સી.એલ.ચૌધરી અને સ્ટાફે ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં અંકલેશ્વરની 2 શાળાની 8 સ્કૂલ બસ ઝડપાઇ ગઈ હતી. આજે ગુરૂવારે આર.ટી.ઓના ચેકીંગમાં ખરોડ પબ્લિક સ્કૂલ અને કોસમડી સેન્ટ પોલ સ્કૂલના 12 વાહનો વીમા, ટેક્સ અને ફિટનેસ વગર દોડતા પકડાતા ડિટેઇન કરાયા હતા. જેમની પાસેથી બાકી સરકારી રકમ રૂપિયા દોઢ લાખથી વધુ નીકળતી થાય છે. બીજી તરફ શાળાઓનો એવો ગણગણાટ અને આક્ષેપ જોવા મળ્યો હતો કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં વાહનો નહિ મોકલતા આ કાર્યવાહી થઈ રહી છે.
ભરૂચ RTOની વધુ એક સેફ્ટી ડ્રાઇવ, ખરોડ પબ્લિક સ્કૂલ અને સેન્ટ પોલ સ્કૂલના 12 વાહનો ડિટેઇન કર્યા
Views: 79
Read Time:1 Minute, 44 Second