રાજ્યમાંથી ઠંડીની વિદાઈ ની સાથે ઉનાળો આવે એટલે પાણીની સૌ કોઈને જરૂરિયાત ઉભી થાય ત્યારે ગુજરાત માં પહેલી નજર નર્મદા ડેમ પર પડે, કચ્છ હોય કે સૌરાષ્ટ્ર નર્મદા ડેમની સપાટી સૌ ને અસર કરે પરંતુ ચિંતાની બાબત નથી ભલે 2021 કરતા 2022 માં નર્મદા ડેમ કરતા જળ સપાટી 11 મીટર ઓછી છે છતાં ગુજરાત રાજ્યની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા બંધ યોજના હાલ 8 મહિના સુધી રાજ્યમાં પીવાનું પાણી અને સિંચાઈ નું પાણી આપવામાં સક્ષમ છે.એટલે પાણીની કટોકટી ઉભી થાય તેમાં પણ પાણી આપશે, વીજળીની માંગ ઉભી થશે તો કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ઉત્પાદન થયેલ વીજળી રાજ્યને મળશે. વીજળી તો હાલ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ને પણ આપવામાં આવી રહી છે. આમ સાચા અર્થમાં જીવાદોરી એટલેજ નર્મદા યોજના ને ગણવામાં આવે છે.સરદાર સરોવર નર્મદા બંધ ની વાત કરીએ તો હાલ જળસપાટી 121.52 મીટર છે.જયારે ઉપરવાસમાંથી પાણી ની અવાક 1,573 ક્યુસેક થઇ રહી છે, નર્મદા બંધનું કેનાલ હેડ પાવર હાઉસ ચાલુ છે જે 19,724 ક્યુસેક પાણી ખર્ચ કરે છે જોકે હાલ અવાક કરતા જાવક વધુ છે છતાં પણ નર્મદા બંધના સરદાર સરોવરમાં હાલ 1,498 મિલિયન ક્યુબિક છે એટલે હજુ નર્મદા બંધ માં પાણીનો વિપુલ જથ્થો છે. અને આખા ઉનાળાની સીઝનમાં સરકાર ખેડૂતો ને જરૂરિયાત નું.પાણી આપશે પીવા માટે પણ પાણી અપાશે તો પણ નહીં ખૂટે એવી પરિસ્થિતિ નર્મદા ડેમની છે.
Next Post
કેવડિયાની જંગલ સફારીના રાજા-રાણીને ત્યાં પારણું બંધાયું, 230 દિવસની ગર્ભાવસ્થા બાદ સિંહણે આપ્યો બે બચ્ચાંને જન્મ
Thu Feb 17 , 2022
એકતાનગર (કેવડિયા)ની જંગલ સફારીમાં જંગલના રાજા સિંહ અને રાણી સિંહણના ઘરે બે સિંહબાળોનું આગમન થયું છે. સોમવારની મધ્ય રાત્રિએ સિંહણને થયેલી સુવાવડથી બે બાળ સિંહોની સફારી પરિવારમાં પધરામણી થઈ છે. તેઓ ભલે વિશાળ અને મોકળા પાંજરામાં રહેતા હોય પણ આ સિંહ દંપતી આ માનવ નિર્મિત જંગલમાં રાજવી યુગલના સ્થાને છે […]