અંકલેશ્વર ની નેશનલ હાઇવે નંબર 48 પર ઓવરબ્રિજ વાલિયા ચોકડી આઇસર ટેમ્પો ટ્રક સાથે અથડાતા ક્લીનરનું મોત નીપજ્યું હતું. આઇસર ટેમ્પો સફરજન ભરી સિમલા થી મુંબઈ જતો હતો.આગળ ચાલતી ટ્રક પાછળ ટેમ્પો ભટકાયો હતો. હાઇવે પર ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાય હતો. પોલીસે ભારે જહેમતે ત્રાફિક હળવો કર્યો હતો. સિમલાથી સફરજન ભરી મુંબઈ જતો આઇસર ટેમ્પો અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઇ રહ્યો હતો દરમિયાન વાલિયા ચોકડી ઉપર હાઇવે ઓવર બ્રિજ પર આગળ ચાલતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા ટેમ્પો ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતોઆ અકસ્માતમાં આયશર ટેમ્પા ના ક્લીનર અશોક બલરામ ને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અકસ્માત ના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાયહતી અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો આવી પહોંચી મૃતક ક્લીનર અશોક બલરામ ના મૃતદેહને પી.એમ અર્થે અંકલેશ્વર ની ડિસ્પેન્સરી ખાતે ખસેડી બંને વાહનો ને ખસેડી ટ્રાફિકને પુનઃ શરૂ કરાવી ગુન્હો નોંધ્યો હતો.
વાલિયા ચોકડી બ્રિજ પર ટેમ્પો અને ટ્રક ભટકાતાં એકનું મોત…
Views: 81
Read Time:1 Minute, 30 Second