ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જીલ્લાના પત્રકાર તેમજ પરિવારજનો માટે મેડિકલ કેમ્પ યોજાયો સમયસરનું ચેક અપ જીવનને સુરક્ષિત કરે છે : ડૉ.કેતન દોશી

Views: 127
0 0

Read Time:3 Minute, 11 Second

સંઘના સભ્યો અને પરિવારજનો માટે મેડિકલ ટ્રીટમેન્ટ અને ઓપરેશનમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઈભરૂચ,તા.૯ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જીલ્લાના પત્રકાર તેમજ પરિવારો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ભરૂચની એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમાં સેન્ટરમાં યોજાયેલ કેમ્પમાં ૮૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના ભૂતપૂર્વ પ્રમુખ જગદીશભાઈ પરમારનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યુ હતુ.જેને પગલે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સતત ફિલ્ડમાં કામ કરતા જીલ્લાના પત્રકારોની ચિંતા સતાવતી હતી.જેને ધ્યાને લઈ શહેરની એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમાં સેન્ટરના સહયોગ થી ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ફ્રી કન્સલટેશન,ઈ.સી.જી, લિપિડ પ્રોફાઈલ,આર.બી.એસ તેમજ જરૂરિયાત જણાય તો ઈકો હૃદયની સોનોગ્રાફી કરી આપવામા આવી હતી.આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં જીલ્લા અને શહેરના પત્રકારો તેમજ તેમના પરિવારજનો મળી ૮૦ જેટલા સભ્યોએ કેમ્પનો લાભ લીધો હતો.આ પ્રસંગે ડૉ.કેતન દોશી દ્વારા હૃદય રોગના આવતા હુમલા વિશે વિશેષ સમજણ આપવામાં આવી હતી.સાથે તેનાથી બચવા માટે લેવી પડતી સાવચેતીથી અવગત કરતા જણાવ્યું કે સમયસરનું ચેકઅપ જીવનને સુરક્ષિત કરે છે.તેમણે સક્રિય પત્રકાર સંઘના સભ્યો અને પરિવારજનો માટે મેડિકલ ટ્રીટમેન્ટ અને ઓપરેશનમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાની પણ આ તબક્કે જાહેરાત કરી હતી. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા આભાર પત્ર તેમજ સ્મૃતિ ચિન્હ ડૉ.કેતન દોશીને અર્પણ કરવામાં આવ્યું હતુ.મેડિકલ કેમ્પમાં ઓર્થોપેડિક ડૉ.સુનિલ નાગરાણી અને સ્ટાફે ખડેપગે સેવાઓ આપી હતી.ફ્રી મેડિકલ કેમ્પમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલ,ઉપપ્રમુખ નિલેશભાઈ ટેલર,પ્રોજેકટ ચેરમેન હરેશ પુરોહિત,સચિન પટેલ સહિત સંઘના હોદ્દેદારો અને પત્રકારોના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્ર વાછાણીએ કર્યું હતુ.જ્યારે આભાર વિધિ કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડીયા કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

2 આરોપી 68 હજારના દારૂ સાથે ઝબ્બે:મરીન કમાન્ડોએ ખાખી લજવી દારૂની હેરાફેરીમાં સંડોવણી ખુલી

Mon Jul 10 , 2023
Spread the love             દહેજ પોલીસ મથકની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જોલવા ગામ પાસેે રિલાયન્સ પેટ્રોલપંપની બાજુમાં લુવારા ગામનો નિકુલ ચુડાસમા તેમજ હરેશ આહિર અર્ટીગા કારમાં દારૂ ભરી લાવી વેચાણ માટે આવે છે. જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડયો હતો.કારને રોકી તલાશી લેતાં તેમાં ડ્રાઇવર સીટ પર પોલીસ […]

You May Like

Breaking News

error: Content is protected !!