કેવડિયાની જંગલ સફારીના રાજા-રાણીને ત્યાં પારણું બંધાયું, 230 દિવસની ગર્ભાવસ્થા બાદ સિંહણે આપ્યો બે બચ્ચાંને જન્મ

Views: 71
0 0

Read Time:2 Minute, 54 Second

એકતાનગર (કેવડિયા)ની જંગલ સફારીમાં જંગલના રાજા સિંહ અને રાણી સિંહણના ઘરે બે સિંહબાળોનું આગમન થયું છે. સોમવારની મધ્ય રાત્રિએ સિંહણને થયેલી સુવાવડથી બે બાળ સિંહોની સફારી પરિવારમાં પધરામણી થઈ છે. તેઓ ભલે વિશાળ અને મોકળા પાંજરામાં રહેતા હોય પણ આ સિંહ દંપતી આ માનવ નિર્મિત જંગલમાં રાજવી યુગલના સ્થાને છે એટલે એમનું નામ રાજા રાણી રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે રોજે રોજ પ્રવાસીઓની અવર જવરથી ધમધમતી જંગલ સફારીમાં સિંહણે તણાવમુક્ત વાતાવરણમાં બચ્ચાંઓને જન્મ આપ્યો છે. વન્ય પ્રાણીઓમાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રજનન અને બાળ જન્મ બહુધા સામાન્ય બાબત ગણાતી નથી. તેવી લાગણી વ્યક્ત કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી શ્રી રાહુલ પટેલે જણાવ્યું હતું કે અહીં ભારતની ઝુ ઓથોરિટીએ નિર્ધારિત કરેલા તમામ માપદંડોને અનુસરીને જ પ્રાણીઓની કાળજી લેવામાં આવે છે. પરિણામે અહીંના નિવાસી દીપડા અને હરણ યુગલ, વિવિધ પક્ષીઓ પછી રાજવી સિંહ દંપતિના આંગણે પારણું બંધાયું છે.આ જંગલ સફારી રોજે રોજ પ્રવાસીઓની અવર જવરથી ધમધમતી રહે છે. તેની વચ્ચે સાવ સહજ તણાવમુક્ત સિંહણનો પ્રસવ ચોક્કસ એક મોટી ઘટના છે. 230 દિવસ એટલે કે લગભગ સાત મહિનાથી વધુ સમયના ગર્ભ કાળ પછી સિંહણે બાળજન્મ આપ્યો છે. સિંહણના પ્રસવ પછી થોડા સમય સુધી બચ્ચાની જાતિ (લિંગ) કળી શકાતી નથી એટલે આ બાળસિંહો નર છે કે માદા એ હાલમાં જાણી શકાયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે યોગ્ય સમયે એમની જાતિ પ્રાણી શાસ્ત્રીઓ નક્કી કરે તે પછી ઉચિત સમયે તેમનું નામકરણ કરવામાં આવશે.એશિયાઇ સિંહ દંપતિના નટખટ અને માસૂમ બાળકોની ચહલ પહલથી પીંજરું અને તેનો માહોલ જીવંત બની ગયાં છે. એકતા નગરીના સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે આકર્ષણ સમાન જંગલ સફારીમાં વન્ય પ્રાણીઓની સારસંભાળ નિપુણ પાલકો ( એનિમલ કીપર ) અને તબીબો દ્વારા લેવામાં આવે છે. હરણ અને દીપડા પછી સિંહ યુગલના પ્રસન્ન દાંપત્યના પગલે પ્રજનન અને સફળ પ્રસવની ઘટના, આ લોકો કેટલા વાત્સલ્ય ભાવ,ચાહના અને ઉષ્માથી આ વન્ય જીવન સંપદાનું અહીં જતન કરે છે એનો બોલકો અને સચોટ પુરાવો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સિટી પોલીસે અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે પરથી રૂ. 20.30 લાખના દારૂ સહિત એકને ઝડપ્યો, કુલ રૂ. 30 લાખનો મુદ્દામાલ કબ્જે

Thu Feb 17 , 2022
Spread the love             અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર નર્મદા બ્રિજ ટોલટેક્ષ નજીકથી પોલીસે રૂ. 20.30 લાખના વિદેશી દારૂ અને કન્ટેનર મળી કુલ રૂ. 30 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. તેમજ અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.સાગબારાથી અંકલેશ્વર થઈ વડોદરા ખાતે કન્ટેનર નંબર-જી.જે.01.સી.વી.2522 ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર […]

You May Like

Breaking News

error: Content is protected !!