ભરૂચમાં 15 દિવસથી બંધ રહેલું સર્વર ફરીથી શરૂ થતાં આરટીઓમાં ટેસ્ટ ડ્રાઇવ લેવાનું ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. 15 દિવસથી સર્વર બંધ હોવાથી 150 કરતાં વધારે ડ્રાઇવ પડતર હોવાથી આરટીઓના કર્મચારીઓએ ગજબનો શોર્ટકટ શોધી નાંખ્યો હતો. ટેસ્ટ ડ્રાઇવના ટ્રેક પર એક ગાડીનો ટેસ્ટ પૂરો થાય તે બાદ બીજી ગાડીને પ્રવેશ આપવાનો હોય છે પણ હાલમાં એક ગાડી અડધા ટ્રેક પર પહોંચે તે પહેલાં બીજી ગાડીને એન્ટ્રી પોઇન્ટ પર લાવીને વાહન દીઠ લાગતાં સમયને ઘટાડી વધુમાં વધુ વાહનોનો ટેસ્ટ લેવાનો કિમીયો અજમાવવામાં આવ્યો છે. જેના કારણે રોજના 100ના બદલે 200 વાહનોનો ટેસ્ટ લેવાઇ રહયો છે.રાજયભરની આરટીઓ કચેરીમાં સર્વરના કારણે ટેસ્ટ ડ્રાઇવની કામગીરી પર બ્રેક લાગી હતી. 15મી માર્ચથી આરટીઓ કચેરીમાં આવી સ્થિતિ નિર્માણ પામી હતી. ભરૂચ કચેરી ખાતે ટેસ્ટ ડ્રાઇવ માટે 150 જેટલી અરજીનો ભરાવો થઇ જતાં તેમને મેસેજ કરી સર્વર બંધ હોવાની જાણ કરી દેવામાં આવી હતી. શનિવારથી સર્વર શરૂ થતાંની સાથે ટેસ્ટ ડ્રાઇવ શરૂ કરાયાં હતાં.સામાન્ય દિવસોમાં 100 જેટલા ટેસ્ટ ડ્રાઈવ લેવામાં આવતા હતા. પરંતુ સર્વર ચાલુ થતાં 200 જેટલા ટેસ્ટ ડ્રાઈવ લેવામા આવી રહ્યા છે. ડ્રાઇવની સંખ્યા વધારવામાં આવતાં એક કલાકમાં સરેરાશ 15 થી વધુ વાહનોનો ડ્રાઇવ લેવાય તેવું આયોજન કરાયું છે. એક વાહનને ટેસ્ટ ડ્રાઇવ માટે સરેરાશ 8 મિનિટનો સમય લાગતો હોય છે પણ હવે તેમાં ફેરફાર કરી ઝડપથી કામગીરી કરવાનું આયોજન છે. આરટીઓમાં સ્થિતિ સામાન્ય થતાં હજી એક સપ્તાહનો સમય લાગી શકે છે.
રોજના 100ના બદલે 200 ટેસ્ટ કરાયાં પણ એક ગાડી ટ્રેકમાં અડધે પહોંચે એટલે બીજી ગાડીને એન્ટ્રી
Views: 59
Read Time:2 Minute, 12 Second