– અનિલ યાદવને 2018 માં દુષ્કર્મ આચર્યા બાદ ફાંસીની સજા મળી હતી
– સેશન્સ કોર્ટ દ્વારા બે વર્ષમાં બીજા નરાધમને ફાંસીની સજા અપાઈ છે
સુરત સેશન્સ કોર્ટ દ્વારા આજે અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા આરોપી ગુડુ યાદવને ફાંસીને સજા ફટકારવામાં આવી છે . પોર્ન વીડિયો જોયા બાદ દિવાળીના દિવસે અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી આંતરડાં બહાર નીકળી જાય એવી બર્બરતા દાખવીને હત્યા કરનાર આરોપીને કોર્ટે માત્ર 29 દિવસમાં જ ફાંસીની સજા સંભળાવી છે . ત્યારે આ અગાઉ પણ સુરતની સેશન્સ કોર્ટે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર અનિલ યાદવને કોર્ટે દુષ્કર્મના અને હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવી હતી. જોકે હાલ અનિલ યાદવની ફાંસીએ લટકાવવાનો હુકમ સુપ્રીમકોર્ટમાં પેન્દિંગ છે.
8 દિવસમાં ચાર્જશીટ, 7 દિવસ ટ્રાયલ, 33 મા દિવસે ચુકાદો દિવાળીની આગળી રાત્રિ એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતીય એવો ગુડુ યાદવ બાળકીનું અપહરણ કરીને વડોદ નજીક ઝાડીઝાખરમાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ ગુજારી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસની પકડમાં આવ્યો હતો. બાદમાં પાંડેસરા પોલીસે સાત જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને સરકાર પક્ષે દિવસમાં જ ટ્રાયલ પૂરી કરી હતી. કુલ 69 સાક્ષી પૈકી સરકાર પક્ષે 42 સાક્ષી જ ચકાસ્યા હતા.
અનિલ યાદવે ચોકલેટની લાલચે દુષ્કર્મ આચરેલું લિંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની માસૂમ બાળકીને મૂળ બિહારના બક્સર જિલ્લાના વતની 24 વર્ષીય અનિલ સુરેન્દ્ર સિંઘ યાદવ તા.14-10-2018ના રોજ ચોકલેટ આપવાના બહાને પોતાની સાથે લઈ જઈ બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરી હતી. નરાધમ અનિલ યાદવે ભોગ બનનાર બાળકી પર રેપ કરીને તેની હત્યા કર્યા બાદ લાશને કોથળામાં મૂકીને પોતાનો રૂમ બંધ કરીને વતનમાં નાસી ગયો હતો, જેથી ભોગ બનનાર બાળકીના માતાની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે આરોપીની રેપ વિથ મર્ડર તથા પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતા. ચકચારી રેપ વિથ મર્ડર કેસની સાત મહિનાની સ્પીડી ટ્રાયલ ચાલી હતી.એ દરમિયાન આ કેસમાં ખાસ નિયુક્ત મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા તથા એપીપી કુ.રિન્કુ પારેખે 31 સાક્ષીની મદદથી ફરિયાદપક્ષનો કેસ નિઃશકપણે પુરવાર કરી આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ, અનિલ યાદવને ફાંસીની સજાની માગ કરી હતી, જેને સુરત એડિશનલ સેશન્સ જજ પી.એસ.કાલાએ માન્ય રાખી ગઈ તા.31 મી જુલાઈના રોજ માન્ય રાખી અનિલ યાદવને કેપિટલ પનિશમેન્ટ તથા દંડની સજા ફટકારી હતી.